તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
ઓમ હોસ્પિટલના દ્વારે સફળતાના ૯માં વર્ષના તોરણ : ‘વિરલ’ નામ સાર્થક કરતા ડો.બલદાણીયા
ઓમ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ થવા, મેડીકલ સ્ટોર લેબોરેટરી સેન્ટર સહિતની સુવિધા

રાજકોટ, તા. ૧૭ : રાજકોટના જાણીતા એમ.ડી. ડો.વિરલ બલદાણીયાની ઓમ હોસ્પિટલ સફળતાપૂર્વક ૮ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં પ્રવેશ નિમિતે સફળતાના વધામણા સાથે શુભેચ્છા અનરાધાર વરસી રહી છે.
૧૫ વર્ષનો બહોળો અનુભવ થકી દર્દીઓની સચોટ નિદાન અને સફળ સારવાર કરી ડો.વિરલ બલદાણીયાએ દર્દીઓના આર્શીવાદ મેળવ્યા છે.
કોરોનાની મહામારીમાં ડો.વિરલ બલદાણીયાએ દરરોજના સેંકડો દર્દીઓની સફળ સારવાર ઓછા ખર્ચે કરીને ભારે લોકચાહના મેળવી છે.
ડો.વિરલ બલદાણીયા જૂના એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલ શ્રી કૃષ્ણ ચિકિત્સાલયમાં સેવા આપે છે. આ ઉપરાંત અનેક સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જયનાથ હોસ્પિટલમાં પણ ૬ વર્ષ સેવા આપી ચૂકયા છે.
ડો.વિરલ બલદાણીયાએ અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. અને એમ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરી તબીબી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ઓમ હોસ્પિટલમાં ડો.મમતાબેન વિ.બલદાણીયા (બીએચએમએસ), ડો.ભાવિન ગંગાજળીયા (ઓર્થોપેડીક), ડો.રિદ્ધિબેન ગંગાજળીયા (ફીઝીયોથેરાપી), ડો.કે.ડી.વરૂ (બીએચએમએસ)ની સેવાઓ પણ ઉપલબ્ધ છે.
ડો.વિરલ બલદાણીયાની ઓમ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ થવાની સુવિધા (જનરલ, સ્પેશ્યલ ડીલકસ રૂમ), લેબોરેટરી મેડીકલ સ્ટોર તથા એકસ-રેની સુવિધા ઉપલબ્ધ છે.
ઓમ હોસ્પિટલ
ગાયત્રીનગર મેઈન રોડ,
ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ.
ફોન - ૦૨૮૧ - ૨૩૬૦૩૩૬
(3:06 PM IST)










