<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

SIP દ્વારા રોકાણકારોને સમૃધ્‍ધ બનવાની શકિત મળશેઃ મેહુલ રવાણી

અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ દ્વારા ‘સારે જહા સે અચ્‍છા હિન્‍દુસતા હમારા' વિષયક પરિસંવાદ યોજાયો ફ્રેન્‍કલિન ટેમ્‍પલટનનો મલ્‍ટીકેપ ફંડ પરિણામદાયી SIPનો જયઘોષ કરશુઃ પ્રવિણ સુમેસરા

રાજકોટમાં અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ અને ફ્રેન્‍કલિન ટેમ્‍પલટન મ્‍યુચ્‍યુઅલ ફંડના સંયુક્‍ત ઉપક્રમે ‘સારે જહા સે અચ્‍છા હિન્‍દુસતા હમારા' વિષય પર માર્ગદર્શક પરિસંવાદમાં ૨૦૦થી વધુ રોકાણકારોએ મ્‍યુચ્‍યુઅલ ફંડના તમામ માળખાની સમજ મેળવી હતી.

છેલ્લા ૨૩ વર્ષથી રોકાણના ક્ષેત્રે કાર્યરત ફાયનાન્‍સિયલ કોચ અને અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના શ્રી મેહુલ મહેન્‍દ્રભાઈ રવાણી દ્વારા નવા પૈસાનું શું કરવું ? રોકાણ કરેલા પૈસાનું શું કરવું ? અને રોકાણકારો યોગ્‍ય પદ્ધતિથી સંપત્તિનું સર્જન કરી શકે છે. અને તેમાં મ્‍યુચ્‍યુઅલ ફંડ કઈ રીતે સહભાગી થઇ શકે તેની વિગતે છણાવટ કરી હતી. અને મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્‍છુક રોકાણકારોને સમૃધ્‍ધ બનાવવા માટેની માહિતી આપી હતી.

જયારે કાર્યક્રમના મુખ્‍ય વક્‍તા ફ્રેન્‍કલિન ટેમ્‍પલટન મ્‍યુચ્‍યુઅલ ફંડના એરિયા મેનેજર અને મ્‍યુચ્‍યુઅલ ફંડના તમામ માળખાનો ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા શ્રી પ્રવિણ સુમેસરાએ તેમના વક્‍તવ્‍યમાં રોકાણ અને ગોલ વચ્‍ચે SIP કઈ રીતે ચાવીરુપ ભૂમિકા ભજવે તેના વિશે વિગતે વાત કરી હતી અને જણાવ્‍યું હતું કે, તમે જે ખર્ચ કરો છો, એ જ માર્કેટ છે. કોરોનાકાળમાં ખર્ચ અટક્‍યા તો માર્કેટમાં મંદી આવી અને જેવુ અનલોક થયું એ સાથે જ તેજી આવી ગઈ. જે પ્રકારે આપણે ઉત્‍સવોને જાણીએ અને માણીએ છીએ. એ જ રીતે માર્કેટને પણ જાણવું અને માણવું જોઈએ. અનિશ્ચિતતા વચ્‍ચે જ રૂપિયો બને છે. બસ જરૂર છે ધીરજ રાખવાની છે. મ્‍યુચ્‍યુઅલ ફંડમાં પણ ઈન્‍વેસ્‍ટ કર્યા બાદ રોકાણકારોએ ધીરજ રાખવી આવશ્‍યક છે.

રોકાણ તમારા ભવિષ્‍યના ગોલને, ધ્‍યેયને પૂર્ણ કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે. જયારે વીમો તમારા જીવનને રક્ષા કવચ પૂરું પાડે છે. SIP આજના યુગમાં લાંબા સમયમાં આવતા અવરોધો સામે, મુશ્‍કેલી સામે બળ પૂરું પાડે છે. ભારતમાં મોંઘવારી છેલ્લા ૫૦ વર્ષમાં એ હદે વધી છે કે લોકોની આવક અને ખર્ચ વચ્‍ચે હવે કોઈ અંતર નથી રહ્યું. લોકો વૈભવશાળી જીવન જીવવા માટે સપના જોવે છે. આ તેમનો હક છે પરંતુ તેઓ રોકાણ નથી કરતા એટલે તેમના ગોલ, તેમના સપના પૂર્ણ નથી થઈ શકતાં.SIP માણસના સપનાઓને, માણસના ધ્‍યેયને પૂર્ણ કરવાનું અસરકારક માધ્‍યમ છે. મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કર્યા બાદ કુંભકર્ણ બનવું પડે તો યોગ્‍ય વળતર મળે.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, ભારત પર ભરોસો રાખો.આગામી સમય ભારતનો છે. અર્થતંત્રનો વધતો ગ્રાફ અને ડિજિટલ ઇન્‍ડિયાને પગલે નવી તકોનું સર્જન થઈ રહ્યું છે. આ સમય ઈન્‍વેસ્‍ટ કરવાનો છે. પૈસો પડ્‍યો રહે તો તેની કિંમત ઘટે પણ રૂપિયા વહેતા રહે તો તેનું મૂલ્‍ય વધશે. માટે આપણી પરસેવાની કમાણીનું ઈવેસ્‍ટમેન્‍ટ કરવું આવશ્‍યક છે.

આ તકે અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટના શ્રી મેહુલ મહેન્‍દ્રભાઈ રવાણીએ જણાવ્‍યું હતું કે,આજના ડાયનેમિક માર્કેટમાં, જયારે પણ તમે રોકાણ વિશે વિચારો છો, ત્‍યારે તમે મ્‍યુચ્‍યુઅલ ફંડ વિશે વિચારો છો. જો કે, તમારે મહત્તમ લાભ સુનિશ્ચિત કરવા માટે કયા ફંડમાં ઇન્‍વેસ્‍ટ કરવું જોઈએ ? તેવો પ્રશ્ન રોકાણકારોના મનમાં ઉદભવે છે. ત્‍યારે તેનો સરળ જવાબ એટલે ‘મલ્‍ટીકેપ ફંડ' અને હાલ ફ્રેન્‍કલિન ટેમ્‍પલટન આવું જ એક મલ્‍ટીકેપ ફંડ લઈને આવ્‍યું છે. જેનો NFO આગામી તા.૮ જુલાઈથી શરુ થશે અને ૨૨ જુલાઈના રોજ પૂર્ણ થશે. મ્‍યુચ્‍યુઅલ ફંડના રોકાણો બજારના જોખમો ને આધીન હોય છે.

ફ્રેન્‍કલિન ટેમ્‍પલટનનું મલ્‍ટી કેપ ફંડ કેવી રીતે કામ કરે છે? તેના વિશે માહિતી આપતા તેમણે જણાવ્‍યું હતું કે, રોકાણકારના દ્રષ્ટિકોણથી સમજીએ તો મલ્‍ટી કેપ ફંડ ખૂબ જ સંતુલિત રોકાણનો માર્ગ અપનાવે છે. જેમાં વળતર લાર્જ કેપ ફંડ દ્વારા ઓફર કરવામાં આવતાં કરતાં વધુ સારું હોય છે અને તે જ સમયે મિડ અને સ્‍મોલ કેપ ફંડ્‍સ કરતાં વોલેટિલિટી ઓછી હોય છે. આમ, જોખમની ક્ષમતા અને સમયને ધ્‍યાનમાં રાખીને, એક રોકાણકાર જે વૈવિધ્‍યસભર પોર્ટફોલિયોમાં રોકાણ કરવા માગે છે. તે મલ્‍ટી કેપ ફંડનો વિચાર કરી શકે છે.

આ અંગે વધુ માહિતી માટે તેમજ ફાઇનાન્‍સિયલ પ્‍લાનિંગ માટે અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટની ઓફિસ નં ૩૦૧ ત્રીજા માળે, સાધના ડાઉન ટાઉન બિલ્‍ડીંગ, જયુબેલી ચોક, પંજાબ નેશનલ બેંકની બાજુમાં મો. ૯૮૨૫૮૮૨૫૭૯, ૦૨૮૧-૨૨૨૬૮૭૮ સંપર્ક કરી શકાય છે.

(2:40 PM IST)