તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
નાની બાળાઓમાં વ્રત તહેવારોનું સિંચન : આજથી મોળાકત વ્રતનો પ્રારંભ

રાજકોટ : આપણા વ્રત તહેવારોનું દિકરીઓની નાની વયે જ સિંચન થાય તેવા હેતુથી ઉજવાતા મોળાકત વ્રતનો આજથી પ્રારંભ થયો છે. જેમાં જવેરા વાવીને ગોરમાનું પુજન કરવામાં આવે છે. મોળુ ભોજન ગ્રહણ કરીને વ્રત રાખવામાં આવે છે. આ વ્રતમાં નાની બાળાઓ જવેરા વાવી તેનું પૂજન કરી પાંચ દિવસ મીઠા (નમક) વગરનું ભોજન અને ફરાળ ગ્રહણ કરી છેલ્લા દિવસે રાત્રીના ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરીને વ્રતને વિરામ આપે છે. આ વ્રતની શરૂઆત થયા પછી જયાપાર્વતી, એવરત જીવરત, ફુલકાજળી સહીતના વ્રતોની હારમાળા શરૂ થાય છે. આખો શ્રાવણ માસ બહેનોને વ્રત તહેવારોની ભરમાર રહે છે. આજે અગીયારસના મોળાકતના વ્રતનો પ્રારંભ થયો છે. બાળાઓ નવા વષા પરિધાન કરી નજીકના મંદિરે જઇ ગોરમાનું પૂજન કરે છે. પુનમના જાગરણ સાથે આ વ્રત પૂર્ણ થશે. તસ્વીરમાં નવા વષાો પરિધાન કરી ગોરમાનું પૂજન કરવા એકત્ર થયેલ બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(12:15 PM IST)










