તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
ગોંડલ રોડ ચોકડીએ બાઇક સ્લીપ થતાં શાપર રહેતાં બિનોદભાઇ બિહારીનું મોત
રાજકોટ મિત્રને મળવા આવતી વખતે અકસ્માત નડયો હતો

રાજકોટ તા. ૧૭: ગોંડલ રોડ ચોકડી પાસે ગયા રવિવારે સાંજે બાઇક સ્લીપ થઇ જતાં ઘવાયેલા શાપર રહેતાં મુળ બિહારના પ્રોૈઢનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
શાપર વેરાવળ શાંતિધામ સોસાયટીમાં રહેતાં બિનોદભાઇ નરેશભાઇ રાય (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ રવિવારે સાંજે બાઇક હંકારી રાજકોટ કાનાભાઇના મફતીાયપરામાં રહેતાં મિત્રને મળવા આવી રહ્યા હતાં ત્યારે ગોંડલ રોડ ચોકડીએ બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. અહિ સાંજે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે પરિવાર સાથે શાપરમાં રહી કારખાનામાં મજૂરી કરતાં હતાં.
(11:26 AM IST)










