<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

રામનગરમાં મંદિરેથી ઘરે આવ્‍યા બાદ ખ્‍યાતિબેન ગોંધીયાનું હાર્ટએટેકથી મૃત્‍યુ

રાજકોટ તા. ૧૭: હૃદયરોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓ સતત બની રહી છે. વધુ એક બનાવમાં એક મહિલાનું હાર્ટએટેકથી મૃત્‍યુ થયું છે. ગોંડલ રોડ પીડીએમ કોલે જ પાછળ રામનગર-૨માં રહેતાં ખ્‍યાતિબેન હેમતભાઇ ગોંધીયા (ઉ.વ.૪૯) ગઇકાલે મંદિરેથી ઘરે આવ્‍યા બાદ તેમને એકાએક ગભરામણ થવા માંડતા અને શ્વાસમાં તકલીફ સાથે ઉલ્‍ટી ઉબકા ચાલુ થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ પી. એન. પરમારે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે. તેઓ બે ભાઇના એક જ બહેન હતાં. માવતર સોમનાથ વેરાવળ રહે છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.

(11:22 AM IST)