<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ગીરનાર પર ઉજવાશે ગ્રીન રક્ષાબંધન મહોત્‍સવ

પગથીયે પગથીયે બહેન ભાઇના કાંડે બાંધશે રાખડી : ગીનીશ બુક અને વર્લ્‍ડ રેકોર્ડ બુકમાં રેકોર્ડ નોંધાવવા તડામાર તૈયારીઃ રાજકોટના રંગલો ક્રિએશન દ્વારા કરાયું અનોખુ આયોજનઃ વૃક્ષારોપણ અને રોપા વિતરણ કરાશે

રાજકોટ, તા., ૧રઃ  હજારો વર્ષોથી ગિરનાર પર્વતર - આધ્‍યાત્‍મિક અને ધાર્મિક સંસ્‍કળતિનું કેન્‍દ્ર બની રહ્યો છે ત્‍યારે આગામી રક્ષાબંધને પ્રકળતિ અને સંસ્‍કળતિના સંસ્‍કળતિનાઈકો ઈકો ફ્રેન્‍ડલી અનુબંધને આગળ વધારવા માટે શ્નગ્રીન રક્ષાબંધનઙ્ખ ના નામે એક અનોખા અને ને અભૂતપૂર્વ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આયોજનની વિગતો આપતા રંગલો ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્‍ડર અને ડાયરેકટર રવિભાઈ વિરપરિયાએ જણાવ્‍યું હતું. ગ્રીન રક્ષાબંધન દ્વારા તેઓ પ્રકળતિનું મહત્‍વ લોક હૃદયમાં સ્‍થાપિત થાય અને પ્રકળતિ અને સંસ્‍કળતિ વચ્‍ચેનું છૂટી રહેલું જોડાણ ફરી સંધાય તે હેતુથી આ આયોજન કરી રહ્યા છે.

આગામી રક્ષાબંધનના પર્વ નિમિત્તે ૧૮ ઓગસ્‍ટના રવિવારે ગિરનારના દરેક પગથિયા પર ગ્રીન રક્ષાબંધનના નિયત કરેલાડ્રેસકોડ સાથે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરશે. આ રક્ષાપર્વમાં ફકત ૧૬ થી ૩૬ વર્ષના ભાઈ બહેનો જ ભાગ લઈ શકશે. આ ઇવેન્‍ટનું થીમ સોંગ ટૂંક સમયમા જ લોન્‍ચ કરવામાં આવશે.  ગ્રીન રક્ષાબંધનની થીમ અંતર્ગત માનવ જીવનની જરૂરિયાત સમાન પ્રકળતિની જાળવણી અર્થે સમગ્ર ગુજરાતમાં ૧૧ લાખ વળક્ષોના વાવેતર કરવાનો સંકલ્‍પ કરવામાં આવ્‍યો છે.

આ ગ્રીન રક્ષાબંધન ઇવેન્‍ટની યાદગીરી રૂપે ગુજરાતના ૧૧૧૧ ગામોમાં ૧૧૧ વૃક્ષોના રક્ષાવન ઉછેરવામાં આવશે. જયારે આ ઇવેન્‍ટ દરમિયાન જ ૧૧૧ ગામોમાં ૧૦૦૦ લેખે કુલ એક લાખ ૧૧ હજાર ફળાઉ ઝાડના રોપાનું વિતરણ પણ કરવાનો આયોજન વિચરવામાં આવ્‍યું છે.

આ આયોજન સંપૂર્ણ ઈકો ફ્રેન્‍ડલી બની રહે તે માટે બાયોડીગ્રેડેબલ ડીશમાં પ્‍લાસ્‍ટિક ફ્રી મટીરીયલ આપવામાં આવશે. ગ્રીન રક્ષાબંધન ના નામને સાર્થક કરતાં દરેક બહેન ભાઈના કાંડે વળક્ષોના બીજ સાથેની એક સ્‍પેશ્‍યલ રાખડી પણ બાંધશે. ઈવેન્‍ટમાં ભાગ લેનાર તમામ ભાઈ બહેનોને શ્નગ્રીન ગિફ્‌ટ રૂપે ૧૧ વળક્ષના બીજ આપવામાં આવશે. દરેક બહેનોને ૧૧ ઔષધી અને કિચન ગાર્ડન બીજનું પેકેટ આપવામાં આવશે.  ૧૧૧ સ્‍પેશિયલ સ્‍ટોરીની સંપાદિત પુસ્‍તકની ગિફ્‌ટ પણ આ ઈવેન્‍ટના માધ્‍યમથી ભાગ લેનાર ભાઈ બહેનને આપવામાં આવશે. સિમગ્રા સમગ્ર ઇવેન્‍ટને સફળ બનાવવા ઘરે ગુજરાતની ૧૦૧  સ્‍કૂલ અને કોલેજને આ ઈવેન્‍ટમાં સહભાગીદાર બનાવવા માટેનું  કામ શરૂ થઈ ચૂકયું છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઈવેન્‍ટનું ગ્રીન કેમ્‍પેઈન પણ શરૂ કરી દેવામાં આવ્‍યું છે. ઇવેન્‍ટની પૂર્વ સંધ્‍યાએ ભાઈ બહેનની થીમ પર ગ્રાન્‍ડ નાઈટ અને વર્લ્‍ડ બુકમાં રેકોર્ડ કલ્‍ચરર ઈવેન્‍ટ યોજાશે. જેમાં નામાંકીત કલાકારો પોતાનું પરફોર્મન્‍સ આપશે. ગીનીશ બુક, લીમ્‍કા બુક અને વર્લ્‍ડ બુકમાં રેકોર્ડ નોંધાય તે માટે પુર્ણ તૈયારીઓ આદરવામાં આવી છે.

 સ્‍કૂલ કોલેજ સિવાય પણ ભાગ લેવા માંગતાં ભાઇઓ અને બહેનોના રજીસ્‍ટ્રેશન પણ ટૂંક સમયમાં શરુ થશે.  ગ્રીન રક્ષાબંધન વિશે વધુ   માહિતી,    સ્‍પોન્‍સરશીપ,  કોલોબ્રેશન કે વોલેન્‍ટિયર બનવા માટે [email protected] અથવા ૯૦૮૧૮ ૧૧૧૬૧ કે ૮૮૬૬૬ ૦૯૮૦૭ પર સંપર્ક કરવો.  greenrakshabandhan ના સોશ્‍યલ મીડિયા હેન્‍ડલ ફોલો કરવાથી ઈવેન્‍ટ વિશે રેગ્‍યુલર અપડેટ મળતી રહેશે. તેમ સંસ્‍થાના  રવિ વિરપરીયાએ જણાવેલ છે.

(3:53 PM IST)