<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

લક્ષ્મીનગર વિસ્‍તારમાં ૮૦ થી ૧૦૦ આવાસો નળ-લાઇટ વિહોણાઃ કટ કરાયા

મ્‍યુ. કોર્પોરેશન અને પીજીવીસીએલ દ્વારા કાર્યવાહીઃ સ્‍થાનીકોનું ટોળુ મનપાએ ધસી આવ્‍યુઃ વૈકલ્‍પીક વ્‍યવસ્‍થાની માંગ લક્ષ્મીનગરમાં હાઉસીંગ બોર્ડના કવાર્ટર ધારકો મનપા કચેરીએ ઉમટયા

રાજકોટ તા. ૧ર :.. શહેરના દૂધસાગર રોડ પરના આકાશદીપ સોસાયટીના હાઉસીંગ બોર્ડના કવાર્ટરો તથા આનંદનગરના કવાર્ટરોમાં પણ લાઇટ-પાણીની જોડાણ કપાત કર્યા બાદ આજે વોર્ડ નં. ૮ ના લક્ષ્મીનગરના હાઉસીંગ બોર્ડના કવાર્ટરોમાં પણ વિજળી-પાણીના કનેકશન કાપી નાખવામાં આવ્‍ય છે.

મનપા દ્વારા શહેરના વોર્ડ નં. ૮ સ્‍થિત લક્ષ્મીનગરના કવાર્ટરો જર્જરીત થયા હોય અગાઉ રીપેરીંગ કરાવવા માટે રહેવાસીઓને નોટીસ આપવામાં આવી હતી. નોટીસ બાદ પણ સ્‍થાનીકો દ્વારા મરામત ન કરવામાં આવતા આજે મનપા-પીજીવીસીએલ દ્વારા નળ તથા લાઇટના કનેકશન ઉપર કાતર ફેરવી દીધી હતી.

ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મનપા વધુ સતર્ક બની ગયું છે. માનવીય બેદરકારીને કારણે કોઈ જીવલેણ દુર્ઘટના ન બને તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્‍યા છે.શહેરભરમાં જર્જરીત ઈમારતોને નોટિસ આપી ખાલી કરવામાં આવી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના બે સ્‍થળે આવેલા ક્‍વાર્ટરને પણ નોટિસ આપી ખાલી કરાવવામાં આવ્‍યા છે. દરમિયાન આજે સવારે રાજનગર વિસ્‍તારમાં પીજીવીસીએલ કચેરીની સામે કોર્પોરેશનની આવાસ યોજનાના જર્જરીત ૮૦ થી ૧૦૦  જેટલા ક્‍વાર્ટરના નળ અને વીજ જોડાણ કપાત કરી નાખવામાં આવ્‍યા હતા સ્‍થાનીકો રજૂઆત કરવા માટે કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવ્‍યું  હતું. રીપેરીંગ માટે સમય આપવાની માંગણી કરી છે.

રાજનગર વિસ્‍તારમાં કોર્પોરેશન દ્વારા વર્ષ ૧૯૯૬-૯૭ માં આવાસ યોજના બનાવવામાં આવી હતી જેમાં આશરે ૧૦૦ જેટલા ફ્‌લેટ બનાવવામાં આવ્‍યા છે.હાલ અહીં ૩૫ જેટલા ફ્‌લેટમાં લોકો વસવાટ કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસાની સિઝન પહેલા રીપેરીંગ કરવા માટે નોટિસ આપવામાં આવે છે છતાં આવાસ ધારકો દ્વારા રીપેરીંગની કામગીરી કરવામાં આવતી નથી.દરમ્‍યાન આજે સવારે  ડે. કમિશનર ચેતન નંદાણી સહિતના અધિકારીઓ રૂબરૂ સ્‍થળ  પર દોડી ગયા હતા. ૮૦ થી ૧૦૦  જેટલા આવાસના નળ અને વીજ જોડાણ કાપી નાખવામાં આવ્‍યા હતા.

આ ઘટનાને પગલે રહેવાસીઓનું ટોળુ કોર્પોરેશન કચેરી ધસી આવ્‍યું હતું. તેઓએ  તંત્રને રીપેરીંગ માટે સમય આપવામાં આવે એવી માંગણી કરી  હતી.

આવનાર સમયમાં મનપા દ્વારા અન્‍ય હાઉસીંગ બોર્ડના જર્જરીત કવાર્ટરમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવનાઓ સૂત્રોએ વ્‍યકત કરી છે. (૯.૩૮)

(3:48 PM IST)