તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
જય પારસધામ જિનાલય ખાતે ગુરુ ભગવંતોની નિશ્રામાં ૧૧ શનિવાર ૧૦૮ અભિષેકનું આયોજન
અનુષ્ઠાનમાં પધારેલા ભાવીકો માટે નવકારશીનું આયોજન

રાજકોટ, તા., ૧રઃ શ્રી કાલાવાડ રોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ શ્રી જય પારસધામ જિનાલય માં ૧૧ શનિવાર ૧૦૮ અભિષેક નું આયોજન પરમ કળપાશિષ પૂ. યુગદિવાકર આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા., પૂ. સાહિત્ય કલારત્ન આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા., શતાવધાની આ. શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા. પાવન નિશ્રા પૂ. આ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા., પૂ.મુનિશ્રી મતિપૂર્ણવિજયજી મ.પૂ. સાધ્વી શ્રી અર્હતકલાશ્રીજી મ., પૂ. સાધ્વી શ્રી નમ્રકલાશ્રીજી મ.ની નીશ્રીમાં શરૂઆત ૧૩ જુલાઈ શનિવાર સવારે ૫.૪૫ વાગ્યા થી કરવામાં આવશે. અનુષ્ઠાનના લાભાર્થી તેજલબેન વિજયભાઈ પારેખ અને ઉષાબેન પરેશભાઈ અને શિલ્પાબેન ગીરીશભાઈ પરિવાર છે.. અનુષ્ઠાન બાદ આવેલ ભાવિકોની નવકારશી નું આયોજન કરવામાં આવેલ છે નવકારશીના પાસ સવારે ૬.૩૦ વાગ્યા સુધી આપવામાં આવશે જલારામ પ્લોટ ૧, ફાયર બ્રિગેડ ની પાછળ રાજકોટ.. દરેક લાભાર્થી પરિવાર તેમજ સકળ સંઘના ભાવીકોને પધારવા વિનંતી. જેની શ્રી કાલાવાડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ-રાજકોટના મહેશભાઈ મણીયાર ૯૪ર૭રર૦૩૩૧, વિપુલભાઈ દોશી મો.૯રર૮૭૬પ૬૮૮, નિતેશભાઈ શાહ મો. ૯૭ર૪૮ર૦ર૧૬ ની યાદી જણાવે છે.
(3:40 PM IST)










