તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
રામનાથપરા સ્મશાનઘાટના અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન : સરગમ કલબની ટીમનું સેવાકાર્ય

રાજકોટ : સરગમ કલબના ઉપક્રમે રામનાથપરા મુક્તિધામમાં તા. ૧-૧-૨૦૨૪ થી તા. ૩૦-૬-૨૦૨૪ સુધી લાકડા તેમજ વિદ્યુત વિભાગમાં થયેલ અગ્નિદાહના અસ્થિઓનું હરિદ્વાર મુકામે ગંગાઘાટ ઉપર હરકીપૌડી અસ્થિઘાટ પર વિસર્જન કરવાનો આયોજીત કરાયો હતો. દરેક વ્યક્તિના નામ લઇને અસ્થિ ગંગાજળમાં પધરાવાયા બાદ સાધુ સંતોને ભોજન કરાવાયુ હતુ. સરગમ કલબના કમીટી મેમ્બરો પોતાના ખર્ચે અસ્થિ પધરાવવા હરિદ્વાર ગયા હતા. ગુણવંતભાઇ ડેલાવાળાની સાથે કમીટી મેમ્બરો રમેશભાઇ અકબરી, મનસુખભાઇ ધંધુકીયા, નરેન્દ્રભાઇ આડેશરા, સુરેશભાઇ દેત્રોજા, કનૈયાલાલ ગજેરા, ડો. પંકજભાઇ રાઠોડ, જયસુખભાઇ ડાભી, ગુણવંતભાઇ ભટ્ટ, મનહરભાઇ પારેખ, ધીરૂભાઇ હિરાણી, ગીતાબેન હિરાણી વગેરે સાથે જોડાયા હતા.
(3:31 PM IST)










