News of Friday, 12th July 2024
પહેલી વખત કોર્પોરેશન દ્વારા ખાનગી મિલકતો પરના ઉભા કરાયેલા બોર્ડ - હોર્ડિંગની ચકાસણી : ૪૧૦ને નોટીસો ફટકારાઇ
ટેન્ડરવાળા ૬૦૧ સહિત શહેરમાં કુલ ૬૦૪ હોર્ડીંગ છે : તમામ બોર્ડમાં સામાન્ય સુધારાની જરૂરિયાત

રાજકોટ તા. ૧૨ : રાજકોટ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય કોઇ દુર્ઘટના ન બને તે સંદર્ભે પહેલી વખત ખાનગી બિલ્ડીંગો - મકાનો ઉપર ઉભા કરાયેલા જાહેરાતના બોર્ડ - હોર્ડીંગના સાઇઝની ચકાસણી શરૂ કરી જરૂરી સુચનાઓ પાઠવી છે.
રીપોર્ટ મુજબ કુલ ૩૪૩ ખાનગી હોર્ડીંગ - રાજકોટમાં ઉભા છે તેમજ ટેન્ડરવાળા ૨૬૧ સહિત કુલ ૬૦૪ હોર્ડીંગ છે, આ તમામની કોર્પોરેશનની ત્રણ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે, એક સપ્તાહમાં ચકાસણી પૂરી કરી મ્યુ. કમિશનરને રીપોર્ટ કરાશે.
મુંબઇ ઘટના પછી ચેકીંગ દરમિયાન ૨૧ હોર્ડીંગ સાઇડ મંજુરી વિનાની મળી આવી હતી. તમામની મજબૂતી ચકાસવામાં આવી હતી. જેમાં ૬૦૪ પૈકી ૪૧૦માં સ્ટ્રકચર સ્ટેબિલિટી રજુ કરવા નોટીસ અપાઇ હતી. તમામમાં સામાન્ય સુધારાની જરૂર જણાય હતી.
આ વર્ષે બજેટમાં હોર્ડિંગ બોર્ડ થકી થનારી આવકનો ટાર્ગેટ રૂપિયા ૧૨ કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખની છે કે મુંબઈમાં મહાકાય હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં હોર્ડિંગ બોર્ડની સાઈટ પર ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં મંજૂરી વિના ખડકાયેલા હોર્ડિંગ બોર્ડ અંગે ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.
જેમાં ૩૧ હોર્ડિંગ બોર્ડ એવા મળી આવ્યા હતા કે જેની કોઈ જ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. આ તમામ હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરના ૬૦૪ હોર્ડિંગ્સની મજબૂતાઈની ચકાસણી વોર્ડ એન્જિનિયર મારફત કરાવવામાં આવી હતી. જે પૈકી ૪૧૦ બોર્ડ સાઇટ એવી મળી આવી હતી. જેમાં રીપેરીંગ કે સામાન્ય ફેરફારને જરૂરિયાત હોવાનો અભિપ્રાયના આપવામાં આવ્યો હતો.જેના આધારે તમામને નવેસરથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. પ્રથમ વાર એવું બની રહ્યું છે કે હોર્ડિંગ બોર્ડની સાઈટમાં ખાનગી માલિકીની મિલકત પર ખડકાયેલા હોર્ડિંગ બોર્ડની સાઈઝની ચકાસણી કરવામાં આવી રહી છે.
(2:59 PM IST)










