<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

જયુબેલી પાસે રાજુભાઇ ઇડલીવાળા - ઢોસાવાળા ઝપટે ૨૬ કિલો વાસી લોટ - ૪ કિલો ચટણી મળતા નાશ કરાયો

બંનેને લાયસન્‍સ માટે નોટીસો ફટકારાઇ : ફુડ વિભાગના ૩૯ સ્‍થળોએ દરોડા : ૨૮ વેપારીઓને લાયસન્‍સ મેળવી લેવા તાકિદ : ૩૯ ખાદ્યચીજોની સ્‍થળ પર ચકાસણી

રાજકોટ તા. ૧૨ : મ્‍યુ. કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્‍તારમાં ખાદ્ય પદાર્થોના વેચાણ કરતા ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવતા જ્‍યુબેલી વિસ્‍તારમાંથી વાસી લોટ, ચટણી સહિત ૨૬ કિલોનો નાશ કરાયો તેમજ ૨૮ને નોટીસ પાઠવવામાં આવી છે. જ્‍યારે સાંભાર - સબ્‍જી સહિત ૪ નમૂના લેવામાં આવ્‍યા છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

૨૬ કિલો અખાદ્ય ચીજો

મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારાᅠસર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન જયુબેલી ચેમ્‍બર ગ્રા. ફલોર,ᅠશોપ ન.એલ-૨,ᅠજયુબેલી પાસે,ᅠઢેબર રોડ વન-વે,ᅠમહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ પાછળ,ᅠરાજકોટ મુકામે આવેલ ‘રાજુભાઇ ઢોસાવાળા'ની તપાસ કરતા પેઢીના સ્‍થળ પર સંગ્રહ કરેલ મેંદૂવડા,ᅠદાળવડાનો લોટ ૧૫ કિ.ગ્રા. તથા ચટણી ૦૪ કિ.ગ્રા. કુલ મળીને ૧૯ કિ.ગ્રા. જથ્‍થો વાસી અખાદ્ય મળી આવતા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા, હાઈજેનિક કન્‍ડિશન જાળવવા તથા લાયસન્‍સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન જયુબેલી ચેમ્‍બર ગ્રા. ફલોર,ᅠજયુબેલી પાસે,ᅠઢેબર રોડ વન-વે,ᅠમહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ પાછળ,ᅠરાજકોટ મુકામે આવેલ ‘રાજુભાઇ ઇડલીવાળા'ની તપાસ કરતા પેઢીના સ્‍થળ પર સંગ્રહ કરેલ મેંદૂવડા,ᅠદાળવડા તથા બાંધેલો લોટનો ૦૭ કિ.ગ્રા. જથ્‍થો વાસી અખાદ્ય મળી આવતા સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ કરવા તથા લાયસન્‍સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

૩૯ સ્‍થળોએ ચેકીંગ

ᅠફૂડ વિભાગની ટીમ તથાᅠજ્‍લ્‍ષ્‍ᅠવાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શહેરના સંત કબીર રોડ તથા કોઠારીયાᅠગામ- રોલેક્ષ રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૩૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

ᅠ૨૮ને નોટીસ

જય માતાજી છોટે ભટુરે, ગજાનંદ સ્‍વીટસ, ગોકુલ ગાંઠીયા, રવેચી હોટલ, ફેમસ વડાપાઉ, દેવાંગી ડેરી ફાર્મ, જગદીશ ગાંઠીયા, ક્રિષ્‍ના દાળપકવાન, મયુર દાળ પકવાન, ચામુંડા ડેરી એન્‍ડ ફરસાણ, બાપા સીતારામ દાળપકવાન, શિવશંકર દાળપકવાન, આકાશ દાળપકવાન, શિવમ દાળપકવાન, ઠાકરધણી વડાપાઉ, દર્શન દાબેલી, દિલખુશ દાબેલી, બિગ બોસ ચાઇનીઝ પંજાબી, રામ વડાપાઉ, ફૂડ બોકસ, શિવ દાબેલી, મહાકાળી પાણીપુરી, બોમ્‍બે સ્‍ટાઇલ ભેળ, શ્‍યામ ગાંઠીયા, રજવાડી પાઉંભાજી, મુરલીધર સમોસા તથા સુરતી ખાવસા સહિત ૨૮ને લાઇસન્‍સ મેળવવા નોટીસ પાઠવવામાં આવી છે.

નમૂના લેવાયા

ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ᅠહેઠળ દર્શાવેલ સંભાર (પ્રિપેર્ડ-લુઝ): : સ્‍થળ- રાજુભાઇ ઇડલીવાળા,ᅠજયુબેલી ચેમ્‍બર શોપ ન.૧ થી ૪, મહાત્‍મા ગાંધીᅠમ્‍યુઝીયમ પાછળ,ᅠઢેબર રોડ વન-વે, સંભાર (લુઝ) : સ્‍થળ- રાજુભાઇ ઢોસાવાળા,ᅠજયુબેલી ચેમ્‍બર ગ્રા. ફલોર,ᅠશોપ ન.એલ-૨,ᅠજયુબેલી પાસે,ᅠઢેબર રોડ વન-વે, મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમᅠપાછળ તથા ᅠડુંગળી-ગાંઠિયા સબ્‍જી (પ્રિપેર્ડ -લુઝ) : સ્‍થળ- બિનાકા ડાઈનિંગ હોલ,ᅠનાના મવા મેઇન રોડ,ᅠરાજનગર ચોક પાસે,ᅠસૂર્યમૂખી મંદિર સામે,ચોળીની સબ્‍જી (પ્રિપેર્ડ -લુઝ) : સ્‍થળ- બિનાકા ડાઈનિંગ હોલ,ᅠનાના મવા મેઇન રોડ,ᅠરાજનગર ચોક પાસે,ᅠસૂર્યમૂખી મંદિર સામેથી ૪ નમૂના લેવાયા.

(2:59 PM IST)