News of Friday, 12th July 2024
ગુજરાતની પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ ‘કારખાનું'
આગામી ૨ ઓગસ્ટના ગુજરાત અને મુંબઇના સિનેમાઘરોમાં રીલિઝ થશેઃ ફિલ્મમાં તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે : ફિલ્મમાં લોકો માટે સરપ્રાઇઝ છે, ફિલ્મ જોયા પછીજ લોકોને તેનો અર્થ સમજાશેઃ પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી, મકરંદ શુક્લ અને હાર્દિક શાસ્ત્રીએ અકિલા કાર્યાલયે આપી માહિતી

તસ્વીરમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની સાથે ‘‘કારખાનું'' ફિલ્મના કલાકારો નજરે પડે છે.
રાજકોટ, તા.૧૨: ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે કાંઈક નવું જ લઈને આવી રહી છે અપકમિંગ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ ‘કારખાનું' ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આヘર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે શું? કાંઈક નવી જ વાર્તા ધરાવતી આ ફિલ્મ પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ ‘મર્કટ બ્રોસ' પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મનું ટીઝર પણ તાજેતરમાં જ રિલીઝ કરાયું છે. કલાકારોની દમદાર એક્ટિંગ, કોમેડી ટાઈમિંગ, અને અદભૂત બેક ગ્રાઉન્ડ મ્યુઝીકના કારણે આ ફિલ્મ દર્શકોને જરૂર પસંદ આવશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ૨ ઓગસ્ટ , ૨૦૨૪ના રોજ રિલીઝ થઇ રહી છે ત્યારે ફિલ્મના કલાકારો પાર્થ મધુકળષ્ણ, ઋષભ થાનકી, મકરંદ શુક્લ અને હાર્દિક શાષાી અકિલા કાર્યાલયે ‘‘અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ વિશે વાત કરી હતી.
ફિલ્મના ડિરેક્ટર અને કો-રાઇટર ઋષભ થાનકીએ જણાવ્યું હતુ કે, મુખ્યત્વે કલા એ ધીરજની વસ્તુ છે અને કલા હૃદયથી થાય છે. જો કલામાં નાણું ભળે અને તે સતત ચાલવા લાગે તો તે કલા માટે કારખાનું બની જાય છે. જો નાણું કલાથી વધુ બને તો તે કારખાનું બની જાય છે. હકીકતે આ ફિલ્મમાં હોરરની સાથે કોમેડી ભરપૂર છે. ફિલ્મમાં લોકો માટે સરપ્રાઇઝ છે. ફિલ્મ જોયા પછીજ લોકોને આ ફિલ્મનો અર્થ સમજાશે. ‘કારખાનુ' ફિલ્મમાં તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે. ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં ૩ કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું. ટૂંકમાં કહી શકાય કે આ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે.
જ્યારે પાર્થ મધુકળષ્ણ કે જેઓ આ ફિલ્મના કલાકારની સાથે ક્રિએટીવ પ્રોડ્યુસર અને કો-રાઇટર પણ છે તેમણે જણાવ્યું હતું કે, જો મને કવિતા લખવાનો જુસ્સો હોય અને એ કવિતાના મને કોઇ રૂપિયા આપે અને હું વારંવાર કવિતાઓ લખું પછી મારામા જે લાલચ જાગે તે છાપકામની એ ઘટના કયાંકને કયાંક કારખાનું બની જાય છે. ફિલ્મ હોય કે કોઇપણ કલા એ કારખાનું ન બને એટલા માટે આ કારખાનું ફિલ્મ જોવી જોઇએ. પ્રોડક્ટીવીટી અને ક્રિએટીવીટી ખુબ અગત્યના છે. બે વર્ષ પહેલા અમારી એક શોર્ટ ફિલ્મ ‘મુંઝવણ' આવેલી એ હિટ જતા તેના પરથી ‘કારખાનું' ફિલ્મનો વિચાર આવ્યો. આ ફિલ્મ વાર્તા સહિત સંપૂર્ણ બનતા બે વર્ષનો સમય થયો.
ફિલ્મનું તમામ શૂટીંગ અમદાવાદના રિવરફ્રન્ટ સહિતના ૮ થી ૯ લોકેશન પર થયુ છે. સંગીત નિશિથ ધીનોરાએ આપ્યું છે. ફિલ્મમાં ૮૦ ટકા સૌરાષ્ટ્રના લોકોની ટીમ છે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી જે મુખ્યપાત્ર રતનકાકાનું ભજવી રહ્યા છે જેઓ કાઠિયાવાડી લહેકા બોલી જમાવટ કરશે. આ લહેકા માટે ખાસ હર્શદિપસિંહ જાડેજાએ ભાષાની લઢણ માટે ખુબ મદદ કરી હતી. ફિલ્મમાં તેમણે અભિનય પણ કર્યો છે.
કલાકારોએ જણાવ્યું હતું કે આ ફિલ્મનો હિરો છે એ વાર્તા છે. ફિલ્મનું સ્ટ્રક્ચર બહુ અલગ હટકે અને યુનિક છે. વાર્તા આ ફિલ્મનું મૂળ છે. ફિલ્મમાં બધા લીડ એક્ટર જ છે કોઇજ હિરો નથી. ‘કારખાનું' ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ઓડિયન્સ માટે એક બેન્ચમાર્ક સાબીત થશે.
અભિનેતા હાર્દિક શાષાીએ જણાવ્યું હતું કે, આ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે જેમાં ભૂત-પ્રેત નથી પણ લોકો માટે એક સરપ્રાઇઝ છે જે થિયેટરમાં ફિલ્મ જોયા પછીજ ખબર પડશે. ટુંકમાં આ ગુજરાતીઓ માટેની ફિલ્મ છે. આખી ફિલ્મમાં ટેકનીકલી એડવાન્સ સીન શૂટ કરાયા છે.
જ્યારે જાણીતા અભિનેતા મકરંદ શુક્લએ જણાવ્યું હતુ કે, ૧૨ વર્ષ ભારત સરકાર સાથે તેમજ વાઇબ્રન્ટ ગુજરાતના કલ્ચલર કાર્યક્રમો ઉપરાંત ધન્યધરા સૌરાષ્ટ્રનીમાં શો ડિરેક્ટર સહિતનો બહોળો અનુભવ હતો અને જ્યારે ‘કારખાનું' ફિલ્મની આ યુવા ટીમે મારો સંપર્ક સાધ્યો ત્યારે થયું કે પહેલીવાર ફિલ્મ બનાવતા હોવા છતાં આટલી બધી આ યુવાનોમાં મેચ્યોરીટી કાબીલે તારીફ છે. સમગ્ર ફિલ્મનું શૂટીંગ ૧૫ દિવસમાં પૂર્ણ કરાયું હતું.
આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં સૌપ્રથમ વખત પ્રખ્યાત લેખિકા કાજલ ઓઝા વૈદ્ય છે એ ઉપરાંત અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, પાર્થ મધુકળષ્ણ, હાર્દિક શાષાી, હર્ષદીપસિંહ જાડેજા, દધીચી ઠાકર, પ્રલય રાવલ સહિતના યુવા કલાકારો એ પોતાની અદ્્ભૂત એક્ટિંગ દ્વારા ફિલ્મમાં ચાર ચાંદ લગાડી દીધા છે. આ ફિલ્મનું નિર્દેશન ઋષભ થાનકી એ કર્યું છે. ગુજરાતી ફિલ્મોને નવા આયામો ઉપર લઈ જવાના સંકલ્પ સાથે મર્કટ બ્રોસની ટીમ આ ફિલ્મ લઈને આવી રહી છે જે પાર્થ મધુકળષ્ણ, ઋષભ થાનકી તથા પૂજન પરીખ દ્વારા લિખિત છે.
‘કારખાનું' ગુજરાતની પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે જ્યાં ‘ભૂતિયા કારખાનું' ની પૌરાણિક વાર્તા જીવંત બની છે. કાળી ચૌદશની રાત્રે, ત્રણ નિર્દોષ સુથારોએ આ રહસ્યમય કારખાનાનું ઉખાણું ઉકેલવું પડશે, નહીંતર મારક પરિણામો ભોગવવા પડશે. શું તેઓ આ ભૂતિયા વાર્તાના દુષ્ટ-દાનવથી બચી શકશે, કે પોતે જ લોકવાર્તાનો ભાગ બની જશે? આગામી ૨ ઓગસ્ટના જરા હટકે ફિલ્મ ‘કારખાનું' ગુજરાત અને મુંબઇના સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. જોવાનું ચૂકશો નહી.
ફિલ્મ ‘કારખાનું'ની ટીમે અમદાવાદમાં વાવ્યા ૧૫૦ વળક્ષો
આગામી ૨ ઓગસ્ટના રીલિઝ થનાર ફિલ્મ કારખાનું ના કલાકારો અકિલા કાર્યાલય ખાતે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે ક્રિએટીવ રીતે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છીએ. ફિલ્મ ‘કારખાનું' ની ટીમે અમદાવાદમાં ૧૫૦ વળક્ષો વાવ્યા છે. અમદાવાદમાં ડોટ ટુ ડ્રોઇન ફાઉન્ડેશન એનજીઓ અને એએમસી ની મદદથી ૧૫૦ વળક્ષો વાવ્યા એટલુંજ નહીં તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી પણ ફિલ્મ ‘કારખાનું' ની ટીમે લીધી છે. આ ઉપરાંત ફિલ્મ ‘કારખાનું' ની ટીમે અમદાવાદની આખી હેરીટેજ વોક કરી લોકોને ફિલ્મ વિશે માહિતગાર કર્યા હતા.
(3:20 PM IST)










