તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
શાપર-વેરાવળની રીમા કાપડીયાને ત્રાસ
‘તું મોઢું બગાડીને ઘરમાં રહે છે' સંપીને રહેતી નથી કહી ;શાપર વેરાવળમાં રહેતો પતિ કૃણાલ કાપડીયા, સસરા મુકેશભાઇ, સાસુ કુસુમબેન, જેઠ હાર્દિક, જેઠાણી ભુમી તથા દાણા જોવાનું કામ કરતા ધીરૂ સામે ગુનો

રાજકોટ તા. ૧રઃ શાપર-વેરાવળમાં આવેલા ખોડીયારનગરમાં પરિણીતાને ‘તું મોઢું બગાડીને ઘરમાં ફરે છે કોઇની સાથે સંપીને રહેતી નથી' કહી પતિ, સાસુ, સસરા સહિત છ લોકો મેણા ટોણા મારી મારકુટ કરી ત્રકાસ આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મૂળ શાપર-વેરાવળના ખોડીયારનગર શેરી નં. ર હાલ સરધાર ગામમાં માતા-પિતા સાથે રહેતી રીમા કૃણાલભાઇ કાપડીયા (ઉ.વ. ર૮) એ શાપર-વેરાવળ પોલીસ મથકમાં મશાપર-વેરાવળમાં રહેતો પતિ કૃણાલ મુકેશભાઇ કમાપડીયા, સસરા મુકેશ કાપડીયા, સાસુ કુસુમબેન, જેઠ હાર્દીક કાપડીયા, જેઠાણી ભુમી કાપડીયા અને પારડીમાં દાણા જોવાનું કામ કરતા ધીરૂ ઘરસૃુંડીયા સામે ફરિયાદ નોંધાવી છે. રીમાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના બે વર્ષ પહેલા પોતાના શાપર-વેરાવળનાં ખોડીયારનગરમાં રહેતા કૃણાલ કાપડીયા સાથે બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના એક વર્ષસ્ બાદ સાસુ અને જેઠાણી પોતાને ઘરકામ જેવી નાની નાની વાતોમાં મેણાટોણા મારી મારકુટ કરતા હતા અને જેઠે પણ પોતાને બે થી ત્રણ વખત ઢીકાપાટુનો મારમાર્યો હતો અને સસરા મુકેશ કાપડીયા પણ કહેતા કે ‘તું મોઢું બગાડીને ઘરમાં રહે છે. અને કોઇની સાથે સંપીને રહેતી નથી' તેમ કહી માથાકુટ કરી હેરાન પરેશાન કરતા હતા. પતિ પણ અવારનવાર ગાળો આપી હેરાન-પરેશાન કરતો હતો. બાદ તા. ૧૮/પ ના રોજ પિતા અને ભાઇ પોતાને તેડવા આવેલ ત્યારે પોતે તેની સાથે માવતરના ઘરે રોકાવા ગયા બાદ પતિ પોતાને તેડવા આવતો ન હોઇ અને અલગ અલગ બહાના કરી તેડવા આવ્યો નહતો. ત્યારબાદ પોતાને જાણવા મળેલ કે ‘પારડી ખાતે રહેતા ધીરૂ ઘરસુંડીયા' જેઓ દાણા જોવાનું કામ કરે છે તેણે સાસુ-સસરાને કહેલ કે ‘‘આ છૂટુ કરી નાખો આ લગ્ન જીવન ચાલે તેમ નથી જેથી આ બધા લોકો પોતાને હેરાન પરેશાન કરી શારીરીક માનસીક ત્રાસ આપતા પોતે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. જી.સી. મકવાણાએ તપાસ હાથ ધરી છે.
(12:10 PM IST)










