તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 11th July 2024
જનસંખ્યા નિયંત્રણ કાનૂન લાવવા રજૂઆત
જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન દ્વારા કલેકટર - પોલીસ તંત્રને આવેદન

ગુજરાત જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનના વિમલ પટેલ સહિતના અગ્રણીઓએ અકિલા કાર્યાલયની મુલાકાત લીધેલ તેમજ કલેકટર અને પોલીસ તંત્રને આવેદન આપેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા. ૧૧ : ગુજરાત જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન યુવા વીંગ ગુજરાત મહામંત્રી વિમલ પટેલ અને ટીમ દ્વારા આજે રાજકોટ ખાતે કલેકટરશ્રી અને મદદનીશ પોલીસ કમિશનરશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું. જેમાં વસતી નિયંત્રણ કાયદો લાવવાની માંગણી કરવામાં આવી હતી.
આજરોજ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ૧૧ જુલાઇએ જનસંખ્યા નિયંત્રણ આયોજન માટે ગુજરાત જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન દ્વારા યુવા વીંગ મહામંત્રી - ગુજરાત પ્રદેશ વિમલ પટેલ (ચૌધરી), મિતેષભાઇ બોરીચા, હિતેષ પટેલ, સાગર કાચા સહિત પદાધિકારી - કાર્યકરો આવેદન આપવા હાજર રહ્યા હતા.
ઉકત કાર્યક્રમમાં પદાધિકારી અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટર ગણ અને પોલિસ અધિકારી ગણને આવેદનો (પત્રક) પાઠવી જનસંખ્યા અંકુશ માટે નક્કર કાયદો બનાવવાની રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.
રાજકોટ ખાતે વિમલ પટેલ (પ્રદેશ ગુજરાત યુવા વીંગ મહામંત્રીના) નેતૃત્વમાં મિતેષ બોરીચા, હિતેષ પટેલ, સાગર કાચા સહિતનાએ રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષી અને મદદનીશ પોલિસ કમિશનર બી.જે.ચૌધરીને આવેદનપત્ર પાઠવી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જનસંખ્યા અંકુશ કાનૂન વિશે વિચારણા અર્થે રજૂઆત કરી સંદેશો મોકલવા આવેદનપત્ર પાઠવેલ છે.
આવેદનપત્ર પાઠવવાનો હેતુ ભારત વર્ષમાં ભવિષ્યમાં વિકાસ અને સુખાકારીમાં અસંતુલન ન જળવાઇ તેવો છે. આ કાર્યક્રમમાં સૌને સહકાર આપવા અપીલ કરાઇ છે.(૨૧.૪૦)
શહેરની વધુ ૮૬ હોટલ, રેસ્ટોરન્ટ સિલઃ ફાયરની કામગીરી માટે ખોલી શકાશે
હોટલ-રેસ્ટોરન્ટ એસો.સામે તંત્ર અડગ
રાજકોટ તા.૧૧: ટીઆરપી અગ્નિકાંડ દૂર્ઘટના બાદ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી અને બીયુ સર્ટી મુદ્દે કડક ઝુંબેશ હાથ ધરી કસુરવારો સામે પગલા લઈ એકમો સીલ કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ફક્ત ફાયર એનઓસી અને બીયુના કામ માટે સીલ ખોલવાની મંજુરી આપે અને છેલ્લા એક માસથી કામગીરી થઈ ગયેલ અચાનક શરૂ કરવામાં આવી છે. છેલ્લા ૩૬ કલાકમાં ફાયર વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા નવા રીંગરોડ, રૈયા રોડ, નાના મૌવા, સહિતના વિસ્તારોમાં ૮૬થી વધુ હોટલ, રેસ્ટોરન્ટ સીલ કરતા દેકારો બોલી ગયો છે. ગઇકાલે હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકોએ ફાયર વિભાગની કામગીરી સામે બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બાંધકામ પરમીશન અંતર્ગત ચેકીંગ હાથ ધરી ફાયરના સાધનો ન હોય તેમજ ફાયર એનઓસી રિન્યુ કરેલ ન હોય અને બાંધકામની પરવાનગી લીધેલ ન હોય તે પ્રકારની અત્યાર સુધીમાં ૧૨૭૨ મિલ્કતો સીલ કરી હતી.
છેલ્લા ચાર દિવસથી ફરી વખત તંત્ર દ્વારા બીયુસર્ટી અને ફાયર એનઓસી મુદ્દેચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. અને નાનામૌવા, કાલાવડ રોડ, નવો રીંગ રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર આવેલ ૮૬થી વધુ હોટલ રેસ્ટોરન્ટ સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે. અને નોટીસ આપી ફાયર સેફ્ટીના કામ તેમજ બીયુ સર્ટી માટે કરવામાં આવતા બાંધકામ માટે સીલ ખોલવા દેવાની મંજુરી આપવામાં આવશે. પરંતુ એક પણ એકમમાં ધંધો કરવા દેવામાં નહીં આવે તેમ મનપાના સતાવાર સુત્રોએ જણાવ્યુ હતું.
(4:11 PM IST)










