News of Thursday, 11th July 2024
નવનાત વણિક સમાજ દ્વારા શનિવારે સંગીત સંધ્યા સાથે સંગઠન સમારોહ
‘ઘરનું ઘર', ‘વણિક વ્યાપાર', ‘સમુહલગ્ન' સહિતના નવા પ્રોજેકટ લોન્ચ કરાશે : અલ્પેશ ડોડીયા અને તેમની ટીમ ગીત સંગીતની મહેફીલ જમાવશે

રાજકોટ તા. ૧૧ : જય વણિક-નવનાત વણિક સમાજ દ્વારા તા. ૧૩ ના શનિવારે સંગીત સંધ્યા સાથે સંગઠન સમારોહનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવ નાત વણિક સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે વણિક વ્યાપાર, સમૂહ લગ્ન, ઘરનું ઘર જેવા પ્રકલ્પો ખુલ્લા મુકવા આ સંગઠન સમારોહનું આયોજન કરાયુ છે.
ર૧૨ દિવસના ટુંકા સમયમાં સૌના સહયોગથી ૭૦,૦૦૦ વણિક બંધું જોડાયા અન ેસમાજલક્ષી જેવા કે વણિક રત્ન એવોર્ડ, મ્યુઝીકલ નાઇટ, વેવીશાળ બુક, ગૌશાળામાં ઘાસચારો, કબુતર ચણ, અબોલ જીવને સુખડી, સ્લમ વિસ્તારમાં ભુખ્યાઓને ભોજન, મેડીકલ કેમ્પ, શિક્ષણ સહાય બુક વિતરણ, વૃધ્ધાશ્રમમાં સહાય, સત્કારી સત્કાર્ય દેવ વિદેશમાં સંગઠન સ્થાપિત સાથે વણિક બંધુ મેમ્બર ફ્રી બનાવી કમીટીની રચના કરવામાં આવી છે. દરેક કમીટી ભગીરથ કાર્યો કરી રહેલ છે.
ત્યારે હજુ આગામી સમયમાં વૃક્ષારોપણ, યોગ શિબિર, બ્લડ ડોનેશન કેમ્પ, નવરાત્રી દાંડીયા, ટેલેન્ટ ઇવેન્ટ, મહીલા ગુરૂકુળ ધર્મરક્ષા કાર્ય, રાજનૈતિક પ્રગતિ, વણિક ન્યુઝ, મહિલા સશક્તિકરણ, સમાજ એકતા જેવા પ્રોજેકટ હાથ ધરાશે.
આ નવતર કાર્યોના સર્વ સાક્ષી બને તેવા હેતુથી ર,૦૦,૦૦૦ વણિક બંધુઓને જોડવા સહભાગી બનાવવા તા. ૧૩ ના શનિવારે રાત્રે ૮ વાગ્યે હેમુ ગઢવી મીની હોલ, વિરાણી સ્કુલની બાજુમાં સંગીત સંધ્યા સાથે સંગઠન સમારોહ આયોજીત કરાયો છે. જેમાં અલ્પેશ ડોડીયા અને તેમની ટીમ કર્ણપ્રિય ગીત સંગીત રજુ કરશે.
સંગઠનમાં જોડાવા અને વધુ માહીતી માટે ઇન્ટરનેશનઇ ઈન્ચાર્જ પ્રશાંત શાહ (મો.૯૮૯૮૭ ૫૨૭૬૦) નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રશાંત શાહ, રાજેશ કાત્રોડીયા, ભાવેશ પારેખ, જસ્મીન દેસાઇ, નવનીતભાઇ કાત્રોડીયા, દેવાંગ મહેતા, જીજ્ઞેશ વાગડીયા, દેવેન કોઠારી, માનસી ફીચડીયા, દીપાલી વોરા, નમ્રતા શાહ, વર્ષા મહેતા, દિનેશ મોદી, નયન રાણપુરા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:15 PM IST)










