તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 11th July 2024
લોકમેળામાં ૩૦ ટકા સ્ટોલ ઘટશેઃ મેળાનો પ્લાન ફાઇનલ કરી લેવાયો છેઃ સોમવારથી ફોર્મ વિતરણઃ સ્ટોલના ભાડા વધારવા અંગે હવે નિર્ણય

રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે રાજકોટમાં લોકમેળામાં આ વખતે ૩૦ ટકા સ્ટોલ ઘટશેઃ અંદાજે ૧૦૮ સ્ટોલ ઘટાડાશેઃ તેમણે જણાવેલ કે મેળાનો પ્લાન ફાઇનલ કરી લેવાયો છેઃ સોમવારથી સંભવતઃ મેળાના સ્ટોલના ફોર્મનું સીટી પ્રાંત-૧ દ્વારા વિતરણ શરૂ કરી દેવાશે સ્ટોલના ભાડા વધારવા અંગે કલેકટરે જણાવેલ કે તે અંગે હવે નિર્ણય લેવાશેઃ ખાનગી મેળાઓ અંગે કલેકટરે જણાવેલ કે, આ લોકો માટે આખી રાઇડસ-કમિટી છેઃ આ ઉપરાંત હાઇકોર્ટના ચૂકાદાને પણ જોવાનું રહ્યું: કામ ચલાઉ બીનખેતી અંગે કડક હાથે કામ લેવાશે..
(2:49 PM IST)










