<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

રાજકોટનો લોહાનગર તથા તેની આસપાસનો ર કિ.મી.નો વિસ્‍તાર કોલેરાગ્રસ્‍ત જાહેરઃ કલેકટરનું જાહેરનામું

રાજકોટ કોર્પોરેશનના આરોગ્‍ય અધીકારીની દરખાસ્‍ત બાદ પ્રભવ જોષી દ્વારા કાર્યવાહી : ર કિ.મી. વિસ્‍તારમાં ખાણીપીણીની દુકાનો-લારી-ગલ્લા-સ્‍ટોલ-શેરડીના ચીચોડા-ફળોના ટુકડા કરી વેચાણ કરવું-બરફ અને તેમાંથી બનતી ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયોઃ જાહેરનામું તા. ૪-૯-ર૦ર૪ સુધી અમલમાં રહેશે. : લોહાનગર ઉપરાંત રેલ્‍વે ક્રોસીંગ પાસે, ગોંડલ રોડ વિસ્‍તાર આવરી લેવાયોઃ કોલેરા નિયંત્રણ અધીકારી તરીકે કોર્પોરેશનના અધીકારીની નિમણુંક

રાજકોટ તા. ૧૧: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ એક જાહેરનામું બહાર પાડી લોહાનગર તથા આસપાસના ર કિ.મી.ના વિસ્‍તારને કોલેરા ગ્રસ્‍ત જાહેર કર્યો છે.

રાજકોટ શહેરના લોહાનગર, રેલ્‍વે ક્રોસીંગ પાસે, ગોંડલ રોડ વિસ્‍તારમાં સંભવિત કોલેરાના કેસો સામે આવ્‍યાના અહેવાલ આરોગ્‍ય અધિકારી, રાજકોટ મહાનગરપાલિકાના પત્ર તા. ૦૪/૦૭/ર૦ર૪ થી મળેલ છે. જે ધ્‍યાને લેતા રાજકોટ શહેરના લોહાનગર, રેલ્‍વે ક્રોસીંગ પાસે, ગોંડલ રોડ વિસ્‍તાર અને તેની આજુબાજુના ર કિ.મી.ના વિસ્‍તારમાં પ્રતિબંધો મુકવા જરૂરી જણાય છે. આ રોગચાળો દુષિત પાણી પીવાથી તેમજ આ પાણીના વપરાશથી બનતા અને ખુલ્લામાં બજારમાં વેંચાતા ખાદ્ય પદાર્થ જેવા કે શેરડીનો રસ, દુષિત પાણીથી બનતો બરફ, કુલ્‍ફી, લોકલ ઠંડા પીણા, છાશ, દુધની બનાવટો વગેરેના ઉપયોગથી ફેલાતો હોય રોગચાળો ફેલાતો અટકાવવા માટે તાતકાલીક અસરથી જાહેરનામું પ્રસિધ્‍ધ કરવું જરૂરી જણાય છે.

લોકોનું સ્‍વાસ્‍થ્‍ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકાવવાના હેતુથી રાજકોટ શહેરના લોહાનગર રેલ્‍વે ક્રોસીંગ પાસે, ગોંડલ રોડ વિસ્‍તાર તથા આજુબાજુના ર કિ.મી. વિસ્‍તારમાં પાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા, સ્‍ટોલ શેરડીના રસના ચીચોડા, ફળોના ટુકડા કરી તેનું વેચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેંચાણ પર પ્રતિબંધ મુકવો આવશ્‍યક જણાય છે.

આથી કલેકટર પ્રભવ જોષી (આઇ.એ.એસ.), જીલ્લા મેજીસ્‍ટ્રેટ, રાજકોટ જીલ્લા, રાજકોટ સને ૧૯પ૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(ઢ) અને એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ની કલમ-ર થી મળેલ સતાની રૂએ નીચે દર્શાવ્‍યા મુજબના વિસ્‍તારમાં તા. ૦પ/૦૭/ર૦ર૪ થી તા. ૦૪/૦૯/ર૦ર૪ સુધીના સમયગાળા માટે નીચે દર્શાવ્‍યા મુજબની સુચનાઓનો ચુસ્‍તપણે અમલમાં રહેશે. તથા નીચે જણાવેલ અધિકારીશ્રીને કોલરા નિયંત્રણ અધિકારી તરીકે તેમના નામ સામે જણાવેલ વિસ્‍તાર માટે નિમણુંક કરૂં છું.

બરફ અંગે

* બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે.

* ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં.

પાણી અંગે

* પાણી મેળવવા માટે નળ કનેકશનના સ્‍થળે ખાડા ખોદી પાણી મેળવવામાં પાણી દુષિત થવાની શકયતા રહેલ હોય ખાડા ખોદી પાણી ન મેળવવું.

* શહેરના તમામ મકાનોમાં આવેલ ઓવરહેડ અને અંડર ગ્રાઉન્‍ડ પાણીની ટાંકી સાફ કરાવી લેવી. અને પીવાનું પાણી કલોરીનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવું.

ખાદ્યપદાર્થો અંગે

* ખાદ્ય પદાર્થના ધંધાર્થી તેમજ વેપારીઓએ ફરસાણ, મીઠાઇ, ગોળ, ખજુર તથા અન્‍ય કોઇ ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા.

* શાકભાજી/ફળફળાદિના ધંધાર્થીઓએ શાકાભજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્‍તુઓનું ટુકડા કરી વેંચાણ ન કરવું.

* શહેરના તમામ ખાણીપીણીના સ્‍થળો, હોટલ, રેસ્‍ટોરન્‍ટ, મીઠાઇ/ફરસાણની દુકાન, ભોજનાલય વગેરેમાં સ્‍વચ્‍છતાના ઉચ્‍ચ ધોરણો જાળવવા.

* ખાણી પીણીની વસ્‍તુઓ વેંચતા, હરતા-ફરતા કે સ્‍થાયી લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ આવા ખાદ્ય પદાર્થોને યોગ્‍ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ખાદ્ય પદાર્થ ફરજીયાત ઢાંકી રાખવા, તેમજ તમામ ખાદ્ય પદાર્થ પેપરડીશમાં જ પીરસવા.

* બરફ, ગોલા તથા ગુલ્‍ફીમાં માવાના વેંચાણ પર તાત્‍કાલીક પ્રતિબંધ મૂકવામાં આવે છે.

* શેરડીનો રસ, બરફના ગોલાનું વેંચાણ ડીસ્‍પોઝીબેલ ગ્‍લાસમાં જ કરવાનું રહેશે.

* વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો.

* જમતા પહેલા સાબુથી હાથ ધોવા.

* કોલેરાગ્રસ્‍ત વિસ્‍તારના તમામ પ્રાઇવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતી દરરોજ આરોગ્‍ય અધિકારીશ્રી, રાજકોટ મહાનગરપાલિકાને આપવાની રહેશે.

વિસ્‍તારઃ

આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને ૧૯પ૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩પ તેમજ ભારતીય ન્‍યાય સંહિતા-ર૦ર૩ની કલમ-રર૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

               

     કોલેરાગ્રસ્‍ત/કોલેરા ભયગ્રસ્‍ત વિસ્‍તારનું નામ   કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે

                                                    નિમણુંક પામેલ અધિકારી

                                           ૧                          ર

રાજકોટ શહેરના લોહાનગર, રેલ્‍વે ક્રોસીંગ પાસે, ગોંડલ રોડ વિસ્‍તાર તથા          આરોગ્‍ય અધિકારીશ્રી,

આજુબાજુના ર કિ.મી.નો વિસ્‍તાર                    રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ.

(2:48 PM IST)