News of Thursday, 11th July 2024
ગુજરાતના ભાવિકોએ અમરનાથના દર્શન કર્યા

રાજકોટઃ દર વર્ષની માફક આ વષૅ પણ લાખોની સંખ્યામાં શિવ ભકતો પવિત્ર અમરનાથજી યાત્રાએ દર્શનાર્થે જઇ રહ્યા છે. રાજકોટના પત્રકાર અરૂણકુમાર ભટ્ટ તથા રાજેશભાઈ વ્યાસ ( ચિતલ), જયશ્રીબેન વ્યાસ, રણજીતભાઇ ડેર, રેખાબેન ડેર, શરદભાઇ જોગી, સોનલબેન જોગી, હસમુખભાઈ કાકડીયા, શિલ્પાબેન કાકડીયા સહિતનાએ પવિત્ર યાત્રા કરી ભાળાનાથના દર્શન કર્યા હતાં. અરૂણ ભટ્ટ ૧૧ જ્યોર્તિલિંગ અને બે વખત પશુપતિનાથ મહાદેવ (નેપાળ)ના દર્શન કરી ચુક્યા છે. આ યાત્રીઓનું સિરસા હરિયાણાના વિશાલ ભંડારા દ્વારા સ્વાગત થયું હતું.
(2:11 PM IST)










