તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Thursday, 11th July 2024
ઓરડીના ભાડુઆત મામલે જયેશ અને કાકા લાખાભાઇનો એકબીજા પર હુમલો
કોઠારીયા રણુજા મંદિર પાસે વચ્છરાજનગરમાં બનાવ

રાજકોટ તા. ૧૧: કોઠારીયા કનૈયા ચોક વિભુતી પાર્કમાં રહેતાં રિક્ષાચાલક જયેશ રમેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫) પર સાંજે તે નજીકના વછરાજનગરમાં પોતાના અને કાકાના સહિયારા મકાનની ઓરડીએ હતો ત્યારે કાકા લાખાભાઇએ સળીયાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. સામે આશાપુરાનગરમાં રહેતાં તેના કાકા લાખાભાઇ મોહનભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૫) પણ પોતાને ભત્રીજા જયેશ, અમીત અને ભાઇ રમેશભાઇએ મળી પથ્થરમારો કરી ઇજા કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.સહીયારા મકાનની ઓરડીના ભાડુઆતને કાકા કનડગત કરતાં હોઇ પોતે સમજાવવા જતાં હુમલો થયાનું જયેશે કહ્યું હતું. જ્યારે કાકા લાખાભાઇએ કહ્યું હતું કે ભાડુઆત લાઇટ બીલ ભરતા ન હોઇ તે કારણે ડખ્ખો થયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ સહિતે આજીડેમ પોલીસને કરી હતી.
(10:58 AM IST)










