<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

પતિ બીજી મહિલા સાથે રહેવા જતો રહ્યા બાદ ચિંતામાં રહેતાં હંસાબેનનો એસિડ પી આપઘાત

છ દિવસની સારવાર કારગત ન નીવડીઃ કોઠારીયા રોડ સુર્યોદય સોસાયટીનો બનાવઃ ત્રણ સંતાન મા વિહોણા થયા

રાજકોટ તા. ૧૧: કોઠારીયા રોડ પર સુર્યોદય સોસાયટી શેરી નં. ૪માં રહેતાં મહિલાને છોડીને તેનો પતિ અન્‍ય મહિલ સાથે રહેવા જતો રહ્યો હોઇ આ કારણે સતત ચિંતામાં રહેતી આ મહિલાએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ સુર્યોદય સોસાયટીમાં રહેતાં હંસાબેન પરબતભાઇ ડાંગર (ઉ.વ.૩૮) નામના મહિલાએ ગત તા. ૫/૭ના રોજ એસિડ પી લેતાં ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર હંસાબેનના લગ્ન ઓગણીસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ હંસાબેનના પતિ તેણીને મુકીને જતાં રહ્યા બાદ હાલ મેટોડા તરફ અન્‍ય એક મહિલા સાથે રહે છે. આ કારણે હંસાબેન સતત ચિંતામાં રહેતાં હતાં અને સંતાનોની પણ ચિંતા થતી હતી. પાંચમીએ તેણીના કુટુંબીજનો કેશોદના ધ્રાબાવડ ગામે લોૈકિક ક્રિયામાં ગયા ત્‍યારે તે ઘરે એકલા હોઇ એસિડ પી લીધુ હતું. સારવાર બાદ  આજે મૃત્‍યુ થયું હતું.

(10:57 AM IST)