તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 6th July 2024
જગન્નાથજી ભગવાન સૌનુ કલ્યાણ કરે : અષાઢી બીજ - કચ્છી નવા વર્ષની શુભેચ્છા પાઠવતા રામભાઇ મોકરીયા

રાજકોટ, તા.૬: અષાઢ સુદ બીજ(અષાઢી બીજ) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને કચ્છી નવ વર્ષનો દિવસ.રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ કચ્છી નવ વર્ષ અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજી રથયાત્રાના શુભ અવસર પર તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે.
અષાઢી બીજના દિવસે કંસના તેડાથી અક્રુરજી બાળ કળષ્ણને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથાયાત્રાનો પ્રારંભ થયેલ હોવાનું માનવામાં આવે છે અને આ દિવસે અમદાવાદ, જગન્નાથ પુરી સહિત દેશભરમાં રથયાત્રા નિકળે છે. અમદાવાદમાં નિકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. જ્યારે ઓરીસ્સામાં જગન્નાથ (શ્રી કળષ્ણ), બલરામ અને સુભદ્રા આ ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં બિરાજમાન કરી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ૩ કિ.મી. દુર ગુડીયા મંદિરે લવાય છે. આ રથયાત્રા ભારતની તથા વિશ્વની સૌથી મોટી રથયાત્રા છે.
કચ્છ પ્રદેશના પ્રજાવત્સલ રાજવી લાખા ફુલાણીએ અષાઢી બીજથી નવા વર્ષની શરૂઆત કરેલી ત્યારથી કચ્છી માંડુઓ આ દિવસને નુતન વર્ષ તરીકે ઉજવે છે. કચ્છભરમાં લોકો આ દિવસને હર્ષોલ્લાસ સાથે આવકારે છે. અષાઢી બીજનાં દિવસે મેઘરાજાના શુકન થાય તો ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય છે. અષાઢી બીજની અનોખી પરંપરા પાછળ ખેતીની વાવણીના હળ જોડવા, દરિયામાંથી સાગર ખેડુઓનું પરત આવવું અને સૌથી મોટું જનજીવનનો જેના પર સૌથી મોટો આધાર છે. તે ચોમાસાની શરૂઆતની બાબતો જોડાયેલી છે. નવા વર્ષના આગમનનો આ ઉત્સવ સર્વે લોકોની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ કરી છે.અષાઢી બીજના શુભ દિવસે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ આવનારૂ વર્ષ સુખ શાંતિ, સ્વાસ્થ્ય અને સમળદ્ધિ લાવે તેવી શુભકામના પાઠવી છે.
(2:53 PM IST)










