<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

એક જ ટ્રેન દ્વારા દ્વારકાધીશ ભગવાન અને નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના દર્શન કરી શકાશે

ઓખા-નાથદ્વારા ટ્રેન ૧૧૦૦ કિ.મી.નું અંતર કાપશ

રાજકોટ,તા. ૨: ટ્રેન નંબર- ૧૯૫૭૫ ઓખાથી નાથદ્વારા સુધી ચાલે છે. આ ટ્રેન ૮.૨૦ વાગ્‍યે ઓખાથી ઉપડે છે અને દ્વારકા ૮.૫૧ કલાકે પહોંચે છે. આ ટ્રેન દ્વારકાથી નાથદ્વારા સુધીમાં કુલ ૧૧૦૦ કિ.મી. જેટલું અંતર કાપે છે.

આ ટ્રેન ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્‍દ્રનગર, નડિયાદ, આણંદ, છાયાપુરી(વડોદરા), દાહોદ, રતલામ, જૌરા, મન્‍ડસુર, નીમાચ, ચિતોડગઢ, મવલી જંક્‍શન, નાથદ્વારા જેવા સ્‍ટોપેજ લે છે.

આ ટ્રેન મોટા સ્‍ટોપેજ દ્વારકા, જામનગર, રાજકોટ, વડોદરા ૫ મિનિટ સ્‍ટોપ કરે છે. જયારે અમદાવાદ, રતલામ, ચિતોડગઢ, મવલી જંક્‍શન ૧૦ મિનિટના સ્‍ટોપ લે છે.

દ્વારકા-નાથદ્વારા ટ્રેન વિકલી ટ્રેન છે. તે અઠવાડિયાના બુધવારે જ ચાલતી ટ્રેન છે. આ ટ્રેન રાજકોટ ૧૨.૫૦ વાગ્‍યે પહોંચે છે. મોરબીવાળા લોકો પણ આ ટ્રેનનો લાભ લઈ શકે છે. કેમ કે આ ટ્રેન વાંકાનેર થઈને નીકળે છે. ૧૭.૧૦ કલાકે આ ટ્રેન અમદાવાદ પહોંચે છે તેમજ વડોદરા પહોંચવાનો સમય ૧૯.૧૫ છે.

આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજિત ૨૧ કલાકથી વધારેનો સમય લે છે. આ ટ્રેનમાં 1A, 2A, 3A, SL કોચ પણ ઉપલ્‍બ્‍ધ છે.

(5:21 PM IST)