તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
વીજ કંપનીઓમાં આઉટસોસીંગ કર્મચારીઓની નિમણુંકો
સામે ઉગ્ર વિરોધઃ જીબીઆ-એજીવીકાસ આંદોલન કરશે એક મહિનાનો ચારેય વીજ કંપનીઓને સમય અપાયોઃ નહીં તો કામગીરીનો બહિષ્કાર

રાજકોટ તા. રઃ વીજકંપનીઓના સેન્ટ્રલાઇઝ ફોલ્ટ સેન્ટરનાં બિનઅનુભવી આઉટસોસીંગ કર્મચારીઓની નિમણુંકના વિરોધમાં ગુજરાત ઉર્જા સંકલન સમિતિ દ્વારા ચારે ચાર ડીસ્કોમ કંપનીઓની આઉટસોસીંગની ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. એક મહિનામાં આ પ્રક્રિયા રદ કરવામાં નહિં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચેતવણી અપાઇ છે.
આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ફોલ્ટ સેન્ટરમાં કામ આઉટ સોસીંગ કર્મચારીઓને સોંપવાને કારણે કાયમી ટેકનીકલ સ્ટાફનું હીત જોખમાય છે. બિનઅનુભવી આઉટ સોસીંગ કર્મચારીઓને કારણે સતત વીજ અકસ્માતનો ભય રહે છે. આ સંજોગોમાં આઉટ સોસીંગ દ્વારા ઇલેકટ્રીક આસીસ્ટન્ટની નિમણુંક કરવી અન્યાયી છે. તેથી આ આઉટ સોસીંગની ટેન્ડર પ્રક્રિયા સત્વરે એક મહિનામાં રદ કરવી જરૂરી છે. જો તેમ કરવામાં નહીં આવે તો નોટીસ આપ્યા વિના કામગીરીનો બહિષ્કાર કરી આંદોલન કરવામાં આવશે.
(5:22 PM IST)










