<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

પૂરવઠા સર્વરના ધાંધીયાને સુધારવા આજથી તા. ૬ સુધી રેશનકાર્ડ ઓનલાઇન કામગીરી બંધ : દુકાનદારોને હાશકારો

ખાંડની પરમીટ ૧૦૦ ટકા કરી નખાઇ : મીઠૂ માત્ર ૫૦ ટકા જ અપાશે : તુવેરદાળ - ચણા નહી અપાય

રાજકોટ, તા. ૨ :   રેશનકાર્ડને લગતા ડેટાબેઝ અન્‍ય સર્વર પર માઈગ્રેટ કરવાનો હોવાથી આજથી તા. ૬ જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે તેમ જિલ્લા પૂરવઠા અધિકારીની યાદીમાં ઉમેરાયું છે.

આ યાદીમાં જણાવાયા મુજબ, રેશનકાર્ડ ધારકોને હાલાકીનો સામનો ના કરવો પડે તે હેતુથી સર્વર પર ડેટાબેઝ અપડેટ કરવા અંગે નાયબ નિયામક અન્ન અને નાગરિક પૂરવઠા કચેરી-ગાંધીનગર તરફથી સૂચના આવી છે કે, હાલમાં રેશનકાર્ડને લગતો જૂનો ડેટાબેઝ સર્વર પર રહેલો છે. જેનો સમયગાળો ખૂબ વધારે થઈ ગયો હોવાથી માઇક્રોસોફટ દ્વારા તેના પર સપોર્ટ બંધ કરાયો છે. જેના લીધે સર્વર ધીમું હોવા બાબતે જિલ્લા-તાલુકા કક્ષાએ હાલાકીનો સામનો કરવાના પ્રશ્ન ઊભા થાય છે. જેથી આજથી ૬ જુલાઈ સુધીના સમયગાળામાં રેશનકાર્ડને લગતી સિસ્‍ટમ માઇગ્રેટ-મેઈન્‍ટેનન્‍સ હેઠળ હોવાથી, આ સમયગાળામાં રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે. આ બાબતની નોંધ તમામ  વ્‍યાજબીભાવની દુકાનના સંચાલકો તથા રેશનકાર્ડ ધારકોને લેવા જણાવાયું છે.

પુરવઠાના આ નિર્ણયથી દુકાનદારોને હાશકારો થયો છે. દરમિયાન ખાંડની પરમીટ ૧૦૦ ટકા કરી નખાઇ છે, જ્‍યારે મીઠૂ આ મહિનામાં માત્ર ૫૦ ટકા અપાશે.

(4:45 PM IST)