<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

એઇમ્‍સ ખાતે ડોકટર્સ ડે.ની ઉજવણીઃ તમામ દર્દીઓની કાળજી રાખવા ડોકટરોને અનુરોધ

રાજકોટ તા. રઃ એઇમ્‍સ હોસ્‍પિટલમાં ૧ જૂલાઇ રાષ્‍ટ્રિય ડોકટર્સ ડે પર ઉજવણી કરવામાં આવી હતી આપણે ત્‍યાં ડોકટર્સને ભગવાનનું સ્‍વરૂપ માનવામાં આવે છે જે લાખ્‍ખો ચહેરાઓ પર ખુશીયો લાવે છે ભારત જેવા દેશમાં વિકસતી સ્‍વાસ્‍થ્‍ય સેવાઓના વધુ વિકાસ માટે ડોકટર્સ ડેની ઉજવણી કદાચ વધારે મહત્‍વ ધરાવે છે.

આપણે ત્‍યાં ડોકટરની તુલના ભગવાન સાથે કરવામાં આવે જ છે કેમ કે, બીમારી વખતે દર્દીની જિંદગી ડોકટરના હાથમાં હોય છે. માણસ જયારે બીમાર પડે ત્‍યારે તેની એક માત્ર આશા ડોકટર હોય છે. માણસ પોતાની કટોકટીની પળો વખતે પોતાના સ્‍વજનો કરતા પણ વધુ ભરોસો ડોકટર પર મૂકે છે.

એઇમ્‍સ હોસ્‍પિટલના એકઝીકયુટિવ ડાયરેકટર પ્રો. ડો. કર્નલ સી. ડી. એચ. કટોચના માર્ગદર્શન હેઠળ ડોકટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એઇમ્‍સ હોસ્‍પિટલના તમામ વિભાગોના ડોકટરો જોડાયા હતા.

વિશેષ ઉપસ્‍થિતિમાં એકઝીકયુટિવ ડાયરેકટર પ્રો. ડો. કર્નલ સી. ડી. એચ. કટોચ ડેપ્‍યુટી ડાયરેકટર શ્રી કર્નલ પુનિત અરોરા, ડીન ડો. સંજય ગુપ્‍તા, ડીન ડો. સિમ્‍મી મહેરા, ડીન કર્નલ ડો. અશ્‍વિની અગ્રવાલ, ડીન ડો. સંજય ગુપ્‍તા વિગેરે હતા. એડમિશન વિભાગના સહકારથી કાર્યક્રમ યોજાયો હતો.

એઇમ્‍સ હોસ્‍પિટલના એકઝીકયુટિવ ડાયરેકટર પ્રો. ડો. કર્નલ સી.ડી.એચ. કટોચે પોતાના વકતવ્‍ય દ્વારા એઇમ્‍સમાં આવતા તમામ દર્દીઓની કાળજી રાખવી લોકો ડોકટરને ભગવાનનું સ્‍વરૂપ માને છે ત્‍યારે આપણે આપણી ફરજનીષ્‍ઠાથી દર્દીઓનું ઋણ ચુકવવું જોઇએ તેમ ઉમેર્યું હતું.

(5:31 PM IST)