તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશનના સ્થાપના દિવસની અવેરનેશ કેમ્પ સાથે રંગારંગ ઉજવણી

રાજકોટ : ડાયાબિટીસ બાળકો માટે ૨૧ વર્ષથી કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા ૨૧ માં સ્થાપના દિવસે ટાઈપ ૧ ડાયાબિટીસ બાળકો માટે ચેક અપ અને અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ અને બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ તેમજ ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખુજા પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટયથી કરાયા બાદ ટાઈપ વન ડાયાબિટીસ પીડિત બાળકોના જીવનમાં ઉજાસ રૂપી તેજ પથરાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. મહેમાનોનું મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ. બાદમાં ‘તત્વજ્ઞાન' બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ટાઈપ વન બાળકોને ૨૫૦૦ રૂપિયાને મૂલ્યની ડાયાબિટીસ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા દાનની વણઝાર કરવામાં આવી હતી. જેમાં પ્રભુદાસભાઈ પારેખ શિલ્પા જ્વેલર્સ દ્વારા પાંચ લાખ, કમલનયનભાઈ સોજીત્રા ફાલ્કન પંપ દ્વારા એક લાખ, શંભુભાઈ પરસાણા દ્વારા ત્રણ મહિના માટે ૫૦ બાળકોને દતક લેવામાં આવ્યા હતા. તેમજ જયેશભાઈ ઝવેરી મુંબઈથી એક લાખ, દિવ્યરાજસિંહ જાડેજા એક લાખ, હંસાબેન ઝવેરી મુંબઈથી એક લાખ, હેમંતભાઈ પટેલ દ્વારા ૫૫૫૫૫, ફર્ન હોટલવાળા સંજયભાઈ ચંડીભમમર દ્વારા ૧૧૧૧૧, ક્રિકેટર જયદેવ ઉનડકટ દ્વારા ૫૧૦૦૦ નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અપુલભાઈ દોશીએ સંસ્થાની વિગતો વર્ણવતા જણાવ્યું હતું કે બે દાયકા પહેલા આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. આજથી ૨૦ વર્ષ પહેલા મારા દીકરા ઋત્વિકને ચાર વર્ષની ઉંમરમાં ટાઈપ ૧ ડાયાબિટીસ આવી અને ત્યારે અમારા કુટુંબ ઉપર એક પડકાર ફેકાયો હોય તેવું લાગ્યું હતું, પરંતુ મને ત્યારે એક વિચાર આવ્યો કે મારા જેવા અનેક માતા-પિતા હશે તેમનું બાળક ટાઈપ વન ડાયાબિટીસથી પીડાતું હશે. બસ મારા આ જ ઉમદા વિચારને સાથે જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. સેવા સમર્પણની ભાવના સાથે ચાલતી આ સંસ્થામાં હાલ ટાઈપ વન ડાયાબિટીસથી પીડિત ૨૦૦૦ બાળકો છે. આ સંસ્થા આર્થિક રીતે જરૂરિયાતમંદ ખ્૫૦૦ થી વધુ બાળકોને નિશુલ્ક સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે તેમજ બાકીના દરેક બાળકોને તમામ સુવિધાઓમાંથી ૪૦ થી ૫૦ ટકા સુધી રાહત દરે સેવા આપવામાં આવે છે. આગામી દિવસોમાં ટાઈપ વન ડાયાબિટીસ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ સેવા કાર્યોમાં કમલનયનભાઈ સોજીત્રા ફાલ્કન પંપ વાળા પ્રભુદાસ પારેખ, ઇસુઝું મોટરના જગતસિંહ જાડેજા, પ્રશાંત કાસ્ટિંગવાળા શંભુભાઈ પરસાણા, ધીરુભાઈ સુવાગીયા, હરીશભાઈ લાખાણી, પરેશભાઈ રૂપારેલીયા, પળથ્વીરાજસિંહ જાડેજા, મનીષભાઈ માડેકા, જગદીશભાઈ કોટડીયા, રાજુભાઈ પોબારૂ, પુનિતભાઈ ચોવટીયા, કિશોરભાઈ ત્રિવેદી, જીતેન્દ્રભાઈ અમલાણી, મિતુલભાઈ મહેતા, હિતેશભાઈ કક્કડ, અમિતભાઈ ગઢીયા, નવીનભાઈ શેઠ, જયેશભાઈ ઝવેરી, દેવાંગભાઈ માકડ, મેહુલભાઈ રવાણી, કિરીટભાઈ પટેલ, હર્ષદભાઈ અદાણી, ડો. મિલન પટેલ, ડા. જે. પી. ભટ્ટ, જયેશભાઈ ઉપાધ્યાય, અનુપમભાઈ દોશી, રમેશભાઈ ઠક્કર, અરવિંદભાઈ શાહ, વિપુલભાઈ દોશી, અલ્પેશભાઈ કેસરિયા, ડો. નિશાન ચોટાઈ, ભરતભાઈ શાહ, કુમારભાઈ દોશી, નિલેશભાઈ ભોજાણી, અતુલભાઇ દોશી તેમજ બાળકોની લાઈફ લાઇન સમાન ડો. નિલેશભાઈ દેત્રોજા, ડો. કૌશલભાઈ શેઠ, ડો. પંકજભાઈ પટેલ, ડો. તપનભાઈ પારેખ, ડો. હર્ષભાઈ દુર્ગીયા, ડો. ચેતનભાઇ દવે, ડો. સાગરભાઇ બરાસરા અને ડો. ઝલક શાહ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અપૂર્વભાઈ દોશી, અનીશભાઈ શાહ, રોહિતભાઈ કાનાબાર, હરિકળષ્ણ પંડ્યા, અમિત દોષી, જય લાખાણી, મિતેશ ગણાત્રા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
(4:26 PM IST)










