News of Tuesday, 2nd July 2024
મનપામાં મિલ્કત વેરા વળતર યોજનામાં ન્યુ રાજકોટવાસીઓ મોખરેઃ ૧૧૦.૨૫ કરોડ ઠાલવ્યા
ઇસ્ટ ઝોનમાં ૫૨.૧૦ કરોડ, સેન્ટ્રલ ઝોનમાં ૮૨.૧૧ કરોડની આવક : છેલ્લા ત્રણ માસમાં આઠ હજારથી વધુ નવી મિલ્કત આકારણી થવા પામી

રાજકોટ તા. ૨: ૨૦૨૪-૨પના ચાલુ નાણાકીય વર્ષમાં મનપાની મિલ્કત વેરા વળતર યોજનાની આવકમાં ન્યુ રાજકોટ એટલે કે વેસ્ટ ઝોનનાં ૧,૫૩,૨૬૫ કરદાતાઓએ રૂા. ૧૧૦.૨૫ કરોડ ઠાલવી મોખરે રહ્યા છે.
મનપાની મુખ્ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં તા.૧ એપ્રિલ થી તા.૩૦ જુન સુધીમાં વળતર યોજનામાં ૩,૨૯,૭૨૯ કરદાતાઓએ અંદાજીત કુલ ૨૪૪.૪૬ કરોડનો મિલકત વેરો તંત્રની તીજોરીમાં ઠાલવ્યો છે.
વેરા શાખામાં નોંધાયેલ વિગતો મુજબ ત્રણેય ઝોનમાં કયાં વોર્ડમાં કેટલી આવક થવા પામી છે. તેની વિસ્તૃત વિગતો આ મુજબ છે.
સેન્ટ્રલ ઝોન
વોર્ડ નં. ૨માં ૧૪,૨૩૧ કરદાતાઓએ ૧૧.૯૭ કરોડ, વોર્ડ નં. ૩માં ૧૯,૯૭૫ એ ૧૦.૬૮ કરોડ, વોર્ડ નં. ૭માં ૩૨,૦૨૯ કરદાતાઓએ ૩૧.૭૪ કરોડ, વોર્ડ નં. ૧૩માં ૧૫,૨૧૨ કરદાતાઓએ ૧૧.૫૪ કરોડ, વોર્ડ નં. ૧૪માં ૧૩,૭૦૬ લોકોએ ૯.૧૩કરોડ તથા વોર્ડ નં. ૧૭માં ૧૧,૫૮૬ મિલ્કત ધારકોએ ૭.૦૨ કરોડનો વેરો ભર્યો છે. આ ઝોનમાં કુલ ૧,૦૬,૭૩૯ કરદાતાઓ દ્વારા રૂા. ૮૨.૧૧ કરોડની આવક થવા પામી છે. આ ઝોનમાં ગયા વખતે ૭૦.૧૯ કરોડ થવા પામી છે.
વેસ્ટ ઝોન
વોર્ડ નં. ૧ના ૨૫,૦૩૬ મિલકત ધારકોએ ૧૪.૧૪ કરોડ, વોર્ડ નં. ૮ના ૧૯ હજાર કરદાતાઓએ ૨૧.૩૫ કરોડ, વોર્ડ નં. ૯માં ૨૭ હજાર લોકોએ ૧૭.૧૫ કરોડ, વોર્ડ નં. ૧૦ના ૨૦ હજાર મકાન ધારકોએ ૧૭.૪૪ કરોડ, વોર્ડ નં. ૧૧ના ૩૬ હજાર કરદાતાઓએ ૨૫.૭૭ કરોડ તથા વોર્ડ નં. ૧૨ના ૨૪ હજાર કરદાતાઓએ રૂા. ૧૪.૩૮ કરોડ સહિત કુલ ૧,૫૩,૨૬૫ કરદાતાઓએ ૧૧૦ કરોડનો વેરો ભર્યો છે. આ ઝોનમાં ગત વર્ષે ૯૬.૮૪ કરોડ વળતર યોજનમાં આવક થવા પામી હતી.
ઇસ્ટ ઝોન
સામાકાંઠાના વોર્ડ નં. ૪માં ૧૫ હજાર કરદાતાઓએ ૧૧.૨૦ કરોડ, વોર્ડ નં. ૫માં ૯,૬૩૮ મિલ્કત ધારકોએ ૭.૬૫ કરોડ, વોર્ડ નં. ૬માં ૮,૨૮૩ લોકોએ ૭.૦૩ કરોડ, વોર્ડ નં. ૧૫માં ૫,૭૧૯ કરદાતાઓએ ૭.૪૩ કરોડ, વોર્ડ નં. ૧૬માં ૭,૭૧૯ મિલ્કત ધારકોએ ૪.૩૭ કરોડ તથા વોર્ડ નં. ૧૮માં ૨૨,૯૯૬ કરદાતાઓએ ૧૪.૪૦ કરોડ સહિત કુલ ૬૯,૭૨૫ મિલકત ધારકોએ રૂા. ૫૨.૧૦ કરોડનો વેરો ભર્યો છે. ગત વર્ષે ૪૪.૭૦ કરોડની આવક થવા પામી છે.
ક્યાં ઝોનમાં કેટલી
નવી મિલ્કત આકારણી
ઝોન મિલ્કતની સંખ્યા
સેન્ટ્રલ ૧૪૨૩
વેસ્ટ ૩૧૯૨
ઇસ્ટ ૨૨૮૬
(5:11 PM IST)










