<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મનપાના પુસ્‍તકાલયોમાં સીનીયર સીટીઝનો-દિવ્‍યાંગો-થેલેસેમીયાગ્રસ્‍તને નિઃશુલ્‍ક સભ્‍યપદ

રાજકોટ તા. રઃ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમાં સીનીયર સીટીઝન, દિવ્‍યાંગો, થેલેસેમીયાગ્રસ્‍ત, જુવેનાઇલ ડાયાબીટીસ ગ્રસ્‍તને લાઇબ્રેરીમાં પુસ્‍તકનું સભ્‍યપદ ફ્રીમાં આપવાની પ્રથા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે શરૂ કરાવી છે.

મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે સ્‍ટે. કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા ગત સપ્‍તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટમાં જાહેર થયેલ યોજનાઓની અમલવારીનાં સ્‍ટેટસ રીવ્‍યુ અંગે મીટીંગ કરવામાં આવેલી, જેના ભાગરૂપે લાયબરેરી વિભાગ અંગે સ્‍ટે. કમિટી ચેરમેન દ્વારા વિસ્‍તૃત માહિતી મેળવવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમાં ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ અંતર્ગત ઉપરોકત સંદર્ભ-૧ નો સ્‍ટે. કમિટીના ઠરાવ તથા સંદર્ભ-ર જનરલ બોર્ડના ઠરાવથી બજેટમાં મંજુર કરવામાં આવલ અને જે અંતર્ગત ચેરમેન સ્‍ટે. કમિટી, દ્વારા વયસ્‍ક નાગરીકો (સીનીટયર સીટીઝન), દિવ્‍યાંગો, થેલે.સેમિયા તથા જુવેનાઇલ ડાયાબીટીક નાગરીકોને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમાં પુસ્‍તકનું સભ્‍યપદ ફ્રી (મફત) આપવાની જાહેરાત કરવામાં આવેલ હોય, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીઓમાં સીનીયર સીટીઝન, દિવ્‍યાંગો, થેલેસેમીયાગ્રસ્‍ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્‍તને લાઇબ્રેરીમાં પુસ્‍તકનું સભ્‍યપદ ફ્રીમાં આવપાની પ્રથાનું અમલીકરણ તાત્‍કાલિક ધોરણે શરૂ કરાવવા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સબંધીત અધિકારીઓને આ મીટીંગમાં સુચનાઓ આપેલ.આ અંગે વિગતવાર માહિતી આપતા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર જણાવે છે કે વયસ્‍ક નાગરીકો (સીનીયર સીટીજન), દિવ્‍યાંગો, થેલેસેમિયા તથા જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્‍તને ુસ્‍તકના સભ્‍યપદ માટે ચુકવવા પાત્ર રકમમાં મુકિત આપવામાં આવશે, જેમાં સભ્‍ય થવાનાં અરજીપત્રક માટેની રકમ (પુસ્‍તક માટે)ની હાલની ફી રૂા. પ/-માં મુકિત, દાખલ ફી (પુસ્‍તક માટે)ની હાલની ફી રૂા. ૧પ માં મુકિત, માસિક લવાજમ એક પુસ્‍તકની હાલની ફી રૂ. ૮ માં મુકિત તેમજ માસિક લવાજમ બે પુસ્‍તકની હાલની ફી રૂા. ૧ર માં મુકિત આપવામાં આવશે, જેમાં હાલમાં પ્રર્વતમાન અનામત રકમ એક પુસ્‍તકનાં (રીફંડેબલ) રૂ. પ૦/- અનામત રકમ બેઢ પુસ્‍તકનાં (રીફંડેબલ) રૂ. ૧૦૦/-, અતિદેય (પ્રતિ દિવસ-૧ પુસ્‍તક માટે લેઇટ ફી, નોન-રીફંડેબલ) મુજબ યથાવત રહેશે. આ ઉપરાંત નીચે મુજબની શરતો અને નિયમો મુજબ પુસ્‍તકનું સભ્‍ય પદ મેળવવા માટે અરજી પત્રક, દાખલ ફી તથા વાર્ષિક લવાજમ સિવાયની અન્‍ય રકમ ચુકવવાની રહેશે. આ માટે જરૂરી આધાર પુરાવા સાથે નજીકની લાઇબ્રેરીનો રૂબરૂ સંપર્ક કરી મહત્તમ લાભ લેવા અપિલ કરવામાં આવે છે.વિશેષમાં, સ્‍ટે. કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા આવનારા દિવસોમાં બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓના અમલીકરણ માટે લગત અધિકારીઓ સાથે સમયાંતરે બજેટ અન્‍વયે કરેલ કામગીરી અંગે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું.

 * ફકત રાજકોટ શહેરમાં વસતા સીનીયર સીટીઝન, દિવ્‍યાંગો, થેલેસેમીયાગ્રસ્‍ત, જુવેનાઇલ ડાયાબીટીસ ગ્રસ્‍તને જ લાઇબ્રેરીમાં પુસ્‍તકનું સભ્‍યપદ ફ્રી આપવામાં આવશે.

* સીનીયર સીટીઝન નાગરીકોએ પુસ્‍તકનું ફ્રી સભ્‍યપદ મેળવવા માટે સક્ષમ ઓથોરીટી દ્વારા સીનીયર સીટીઝન અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

* દિવ્‍યાંગ નાગરીકોએ પુસ્‍તકનું ફ્રી સભ્‍યપદ મેળવવા માટે અન્‍ય સરકારી હોસ્‍પિટલના ડોકટરી પ્રમાણપત્ર મુજબ અંધજનને ૧૦૦% તથા અપંગ અને બહેરા-મુંગા દિવ્‍યાંગોને મીનીમમ ૪૦%નું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

* થેલેસેમીયા ગ્રસ્‍ત નાગરીકોએ પુસ્‍તકનું ફ્રી સભ્‍યપદ મેળવવા માટે માન્‍ય સરકારી હોસ્‍પિટલના ડોકટરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

* જુવેનાઇલ ડાયાબીટીક નાગરીકોએ પુસ્‍તકનું સભ્‍યપદ મેળવવા માટે માન્‍ય સરકારી હોસ્‍પિટલના ડોકટરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

* સીનીયર સીટીઝન, દિવ્‍યાંગો, થેલેસેમીયાગ્રસ્‍ત, જુવેનાઇલ ડાયાબીટીસ નાગરીકોએ આધારકાર્ડ/ઇલેકશન કાર્ડ અથવા કોઇપણ એક રાજકોટ શહેરના રહેઠાણના પુરાવાની ઝેરોક્ષ નકલ રજુ કરવાની રહેશે.

* આ સિવાય લાઇબ્રેરીનાં તમામ પ્રકારના સામાન્‍ય નીતિ અને નિયમો આ ચારેય કેટેગરીને લાગુ પડશે.

(4:13 PM IST)