<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મચ્‍છાનગરના મકાનમાં અને એકટીવામાં દારૂ સાથે કારખાનેદાર સહિત બે પકડાયા

બી ડીવીઝન પોલીસે ઇન્‍દુ વકાતર અને ભકિતનગર પોલીસે પરેશ વસોયા સામે કાર્યવાહી કરી

રાજકોટ,તા. ૨: ગ્રીનલેન્‍ડ ચોકડી નજીર આર.ટી.ઓ. ઓફીસ પાછળ મચ્‍છાનગરમાં બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ૬૬ બોટલ સાથે એક શખ્‍સને તથા ભકિતનગર પોલીસે બાબરીયા કોલોની પાસે એકટીવામાં દારૂ સાથે કારખાનેદારને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આર.ટી.ઓ ઓફસ પાછળ મચ્‍છાનગરમાં એક મકાનમાં દારૂનો જથ્‍થો પડયો હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એ.બી.ચૌધરી તથા કોન્‍સ. જગદીશભાઇ ધાંધલ સહિત મચ્‍છાનગર શેરી નં. ૫માં દરોડો પાડતા રૂા. ૬૬૦૦ની કિંમતની વિદેશી દારૂની ૬૬ બોટલ મળી આવતા મકાન માલીક ઇન્‍દુ લઘરાભાઇ વકાતર (રહે. મચ્‍છાનગર શેરી નં. ૫)ને પકડી લીધો હતો.

જ્‍યારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. નરેન્‍દ્રભાઇ ગઢવી તથા કોન્‍સ. કૌશીકભાઇ ગઢવી સહિત બાબરીયા કોલોની શેરી નં.૪માંથી પસાર થતા એકટીવા ચાલકને રોકી તલાશી લેતા એકટીવામાંથી દારૂની એક બોટલ મળી આવતા કારખાનેદાર પરેશ મનસુખભાઇ વસોયા (ઉ.વ.૪૨)(રહે. મોરારીનગર)ને પકડી કાર્યવાહી કરી હતી.

(4:06 PM IST)