તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ગંદકી કરનાર ૮ દુકાનોને તાળાઃ આકરી કાર્યવાહીઃ દંડ ફટકાર્યો
શહેરના ૧૫૦ ફુટ રીંગ ખાતે ચા-પાનના ધંધાર્થીઓ પર ધોંસ

રાજકોટ,તા. ૨: શહેરમાં જાહેરમાં ગંદકી કરનાર, કચરો ફેકનાર લોકો દુકાનદારો ઉપર મનપા દ્વારા ધોંસ બોલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ૧૫૦ ફુટ રીંગ ખાતે પાન અને હોટલ મળી કુલ ૮ દુકાનો સીલ કરવામાં આવી હતી.
મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ શહેરમાં ઉમીયા ચોક,ᅠ૧૫૦ ફિટ રીંગ રોડ પર આવેલ ખોડલ પાન, માધવ ડીલકસ પાન, પટેલ પાન, પ્યાસા પાન, શ્રી ઉમિયાજી પાન, આધ્યશક્તિ હોટલ, બજરંગ પાન અને ક્રિષ્ના પાન એમ, કુલ ૮ શોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય,ᅠઆ બાબતે નોટીસ આપી,ᅠવહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ.
આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જાળવતા સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી ખોડલ પાન, માધવ ડીલકસ પાન, પટેલ પાન, પ્યાસા પાન, શ્રી ઉમિયાજી પાન, આધ્યશક્તિ હોટલ, બજરંગ પાન અને ક્રિષ્ના પાન એમ, કુલ ૮ શોપના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટᅠ-ᅠ૧૯૪૯ની કલમᅠ-ᅠ૩૭૬ᅠ‘એ'ᅠહેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
(3:33 PM IST)










