<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

રાજમાર્ગો પરથી મંજૂરી વિનાના ૧૦૩ બોર્ડ-બેનરો જપ્‍ત

મનપાની દબાણ શાખાનો સપાટો

રાજકોટ,તા. ૨: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.૨૩/૦૬/૨૦૨૪ થી ૩૦/૦૬/૨૦૨૪ દરમ્‍યાન ᅠરાજકોટ શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૩૩ રેકડી-કેબીન, ૧૩૪ અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું તથા ૧૦૩ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  જયુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ,આહીર ચોક મવડી મેઈન રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્‍તા પર નડતર રૂપ ૩૩ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી,

જયોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,આનંદબંગલા ચોકᅠ,અર્ટીકા,રવિરત્‍ન પાર્ક,માધાપર ચોકડી,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્‍પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્‍ય ૧૩૪ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

જંક્‍શન રોડ,જયુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્‍કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી ૧૭૩ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

પુષ્‍કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ,નંદનવન,મવડી વિસ્‍તાર,મટકી ચોક,સ્‍વામીનારાયાણ ચોક પરથી રૂ.૨૭,૫૨૫/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૪૩,૦૦૦ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

અંબીકા ટાઉનશીપ,કાલાવડ રોડ,યુનિ. રોડ,સ્‍પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ પરથી ૧૦૩ મંજૂરી વિનાના બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

(3:31 PM IST)