તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
આજી ડેમમાં ન્હાવા - માછીમારી પર મનપાનો પ્રતિબંધ
આજુબાજુના વિસ્તારમાં કોઇપણ વ્યકિત દ્વારા અવરજવર ન કરવા, વાહનો ન ધોવા સુચના

રાજકોટ તા. ૨ : લોકોની સુરક્ષાને ધ્યાને લઇને આજી ડેમ તથા તેની આજુબાજુના પ્રતિબંધિત વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ દ્વારા અવરજવર ન કરવા તેમજ ᅠજાહેર જનતાએ પાણીમાં નહાવા કે કોઇપણ જાતની પ્રવૃતી માટે ન ઉતરવા મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે.
ᅠઆ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવામાં આવ્યું છે કે, મહાનગરપાલિકા દ્વારા સિંચાઇ વિભાગ હસ્તકના આજી-૧ જળાશયમાંથી રાજકોટ શહેરની જનતા માટે પીવાના હેતુથી દૈનિક પાણીનો ઉપાડ કરવામાં આવે છે. આજી-૧ જળાશયની હાલની સપાટી ૨૧.૨૯ ફૂટ છે. આ ડેમ પ્રતિબંધિત વિસ્તાર હોવાથી ડેમના સંપુર્ણ વિસ્તારમાં માછીમારી કરવી, વાહનો ધોવા તેમજ નાહવા પર મનાઇ છે તેમજ આ પ્રકારની પ્રવૃતીને લીધે દુર્ઘટના થવાની પણ શકયતા રહેલી છે.
આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામા આવેલ હોય, ડેમના સ્ત્રાવક્ષેત્રમાં આ પ્રકારની પ્રવૃતીને લીધે જાનહાનીની શકયતા રહેલી છે. જેથી લોકોની સુરક્ષાને ધ્યાને લઇને આજી ડેમ તથા તેની આજુબાજુના પ્રતિબંધિત વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ દ્વારા અવરજવર ન કરવા તેમજ ᅠજાહેર જનતાએ પાણીમાં નહાવા કે કોઇપણ જાતની પ્રવૃતી માટે ન ઉતરવા આથી મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે.
(3:37 PM IST)










