<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

કાલાવડમાં કિન્‍નર મયુરીદેએ ફિનાઇલ અને એસિડ પી લેતાં રાજકોટ સારવારમાં

આદીપુરમાં માંગવા આવવાની અન્‍ય વ્‍યંઢળ ના પાડી હેરાન કરતા હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨: કાલાવડ રહેતાં કિન્‍નર મયુરીદે ગુરૂ શબનમદે (ઉ.વ.૨૨)એ ઘરે ફિનાઇલ પી લેતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

મયુરીદેએ હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે પોતે કાલાવડ કાશ્‍મીરાપરામાં રહે છે. તેના ગુરૂ આદીપુર રહે છે. પોતે આદીપુરમાં માંગવા જતાં હોઇ તેમજ બીજા પ્રસંગોમાં લોકોના ઘરે જતાં હોઇ આદીપુરના કિન્નર તેને માંગવા આવવાની ના પાડી ટોર્ચર કરતાં હોઇ પોતે કંટાળી જતાં ફિનાઇલ અને એસિડ પી લીધુ હતું. આ બનાવની જાણ કાલાવડ પોલીસને કરવામાં આવતાં તેનું નિવેદન નોંધવા તજવીજ કરવામાં આવી હતી. શબનમદે  પોતાને હેરાન કરતાં હોવાનો આક્ષેપ મયુરીદેએ કર્યો હતો.

(1:39 PM IST)