<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

સાયબર ફ્રોડમાં ભોગ બનેલા છ લોકોને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે રકમ પરત અપાવી

ડ્રીમ ઇલેવનમાં જીતેલી રકમ ઉપાડવાના નામે, હોટેલ બુકિંગ, વિદેશથી પાર્સલ આવ્યું, વાહન પરિવહનનો ફેક મેમો મોકલી થઈ હતી લાખોની ઠગાઈ

રાજકોટ: ઓનલાઇન સાયબર ફ્રોડની ઘટનાઓ દરરોજ સાયબર ક્રાઇમ પોલીસને મળતી રહે છે. અનેક કેસમાં પોલીસ છેતરાયેલા લોકોને નાણાં પરત અપાવે છે. આવા છ લોકોને લાખોની રકમ પાછી અપાવાઈ છે.

રાજકોટમાં હોટલ બુકિંગના બહાને, કુરિયરના બહાને, વિદેશથી પાર્સલ આવ્યું હોવાના નામે, વાહન પરિવહનના ફેક મેમો મોકલી અને ડ્રીમ ઇલેવનમાં જીતેલ રકમ ઉપાડવાના નામે લોકો સાથે ગઠીયાઓએ ફ્રોડ કર્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસ ફ્રોડમાં ગુમાવેલા નાણા અરજદારોને પરત અપાવ્યા છે. મુંબઈ રહેતા જુહીબેન (ઉ.વ.૨૭) સાથે હોટલ બુકિંગના બહાને ગઠીયાઓએ ક્રેડીટ કાર્ડથી રૂા. ૧.૯૨ લાખ ઉપાડી લીધા હતા. જે રકમ પરત અપાવાઈ હતી. રાજુભાઈ ભંડેરી સાથે બ્લુડાર્ટ કુરિયરના બહાને રૂા. ૧.૨૨ લાખનો ફ્રોડ થયો હતો. જેમાંથી રૂા. ૪૩ હજારની રકમ પરત અપાવાઈ હતી. રાજકોટના એક અરજદારે નાણાકીય ફ્રોડમાં ગુમાવેલ રૂા. ૩૮ હજાર પણ સાયબર ક્રાઇમ પોલીસે પરત અપાવ્યા હતા. જ્યારે શ્યામ પંડ્યાને પોતાના નામથી વિદેશથી પાર્સલ આવ્યું હોવાનું જણાવી ડોક્યુમેન્ટનો દુરૂપયોગ થયેલો હોવાના બહાને ફ્રોડ કોલ કરી, જેમાંથી બચવા રૂા. ૧૧.૨૭ લાખ પડાવી લીધા હતા. જેમાંથી ૪.૯૯ લાખ પોલીસે પરત અપાવ્યા હતાં.

આ ઉપરાંત રાજકોટના કમલેશભાઈચૌહાણને વાહન પરિવહનનો ફેક મેમો મોકલી એપીકે ફાઈલ દ્વારા તેના ફોનનો એક્સેસ મેળવી લઈ રૂા. ૧.૪૮ લાખનો ફ્રોડ કરાયો હતો. જેરકમ પરત અપાવાઈ હતી. જ્યારે મુનાફભાઈ લખવા (રહે. રાજકોટ)ને ડ્રીમ ઇલેવનમાં જીતેલી રકમ ઉપાડવાના બહાના હેઠળ રૂા. ૪ લાખનો ગઠીયાઓએ ફ્રોડ કર્યો હતો. જે રકમ પણ સાયબર ક્રાઈમ પોલીસે પરત અપાવી હતી.

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી. બસિયાની સૂચના અનુસાર પીઆઇ એમ. એ. ઝનકાત,  પીઆઇ કે. જે. મકવાણા, પીઆઇ આર.જી. પઢિયાર, પીએસઆઇ આર.જે.કામળીયા, પીએસઆઇ કે.પી.જાદવ, એએસઆઈ ડી.બી.કકડીયા, એફ.એ.શેખ, પો. કોન્સ. ભાવેશભાઈ શિરોડીયા, ધરતીબેન ગઢીયા, હેડકોન્સ મહેન્દ્રભાઈ કાથડ, કોન્સ. રાજેશભાઇ રંગાણી, કોન્સ.લક્કીરાજસિંહ ગોહિલે આ કામગીરીઓ કરી હતી.

(9:46 AM IST)