<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

રાજકોટમાં વરસાદી માહોલઃ હળવા-ભારે ઝાપટા ચાલુ

બપોરે સવા બે વાગ્‍યાથી વરસાદનું જોર એકદમ વધ્‍યું : છવાયેલા વાદળો વચ્ચે મેઘરાજા વરસી રહયા છે, સાંજે દે ધનાધનવાળી કરશે? બપોરે ર.૩૦ વાગ્‍યા સુધીમાં હવામાન ખાતામાં ૧૯. ૬ મી.મી. વરસાદ નોંધાયો

રાજકોટઃ આખુ સપ્તાહ રાજયના અનેક વિસ્‍તારોમાં વરસાદ પડી ગયો છે. અમુક જગ્‍યાએ તો સારો એવો વરસી ગયો છે. દરમિયાન રાજકોટ શહેરમાં મેઘો મન મુકીને વરસતો નથી. હળવા ભારે ઝાપટા વરસી રહયા છે.

દરમિયાન આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ જોવા મળેલ. બપોરના વરસાદ ચાલુ થઇ ગયો હતો. થોડી વાર બાદ થંભી ગયો હતો. બાદ હળવા-ભારે ઝાપટાનો દોર સતત ચાલુ છે.

સામાન્‍ય વરસાદમાં પણ શહેરના રાજમાર્ગો ઉપર પાણી ભરાઇ ગયા હતા. બપોરના સમયે શાળાઓ છુટતા અને વરસાદ ચાલુ રહેતા બાળકોને મજા પડી ગઇ હતી. વરસાદમાં ભીંજાતા જોવા મળ્‍યા હતા.

રાજકોટ શહેરમાં બપોરે બે વાગ્‍યાની આસપાસ વરસાદનું જોર વધુ જોવા મળ્‍યું હતું. આ લખાય છે ત્‍યારે બપોરે ર.૩૦ વાગે હવામાન ખાતામાં નોંધાયેલ આંકડા મુજબ મહતમ તાપમાન ર૭.ર, ભેજ ૧૦૦ ટકા, પવન ૮ કિ.મી. અને ૧૯.૬ મી.મી. વરસાદ નોંધાયો છે.

(9:35 AM IST)