તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ભારે વરસાદના કારણે રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ : વૃક્ષો ધરાશાયી થવાના કારણે કાર -બાઈકને નુકસાન : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ સહિતના રસ્તાઓ ઉપર જાણે કે, પાણીની નદી હોય તેમ રસ્તા પર પાણી ફરી વળ્યા

રાજકોટ તા.૨૯ : રાજકોટ શહેરમાં આજે ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ પાણી ભરાઈ અને સમસ્યાઓ સામે આવી હતી. તેમજ અનેક વાહનો બંધ પડ્યા હોવાની પણ ઘટના શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સામે આવી હતી. બીજી બાજુ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના કારણે કારો બાઈકોને પણ નુકસાન પહોંચ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમજ ભારે વરસાદના કારણે રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી.
પ્રથમ વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલ્લી હતી અને રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ સહિતના રસ્તાઓ ઉપર જાણે કે, પાણીની નદી હોય તેમ રસ્તા પર પાણીઓ જોવા મળ્યા હતા. તેમજ વાહન ચાલકો પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડે રહ્યો હતો. રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં હાલ પણ ધોધમાર વરસાદના કારણે નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ સમાચારો સામે આવ્યા છે. ઠેર-ઠેર વાહનો પાણીમાં ફસાયા હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા.
(4:26 PM IST)










