<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

મચ્‍છરજન્‍ય રોગો અટકાવવા સોમવારથી ફોગીંગ ઝુંબેશ

મનપા દ્વારા લોકોનું આરોગ્‍ય ટનાટન રાખવા કામગીરી કરાશે : વરસાદી ઋતુમાં જુદા-જુદા વિસ્‍તારોમાં વેહિકલ માઉન્‍ટેડ ફોગીંગ મશીનનો ઉપયોગ કરાશેઃ તંત્રને સહકાર આપવા સ્‍ટે.ચેરમેન જયમીન ઠાકર અને આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતન પટેલની શહેરીજનોને અપીલ

રાજકોટ તા.૨૯: વરસાદી ઋતુ તથા મચ્‍છરજન્‍ય રોગો માટે આગામી ટ્રાન્‍સમીશન સિઝનને ઘ્‍યાને લેતા રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્‍તારમાં ફોગીંગ ઝુંબેશની સોમવારથી શરૂઆત થશે. વરસાદી ઋતુને કારણે મચ્‍છર જન્‍ય રોગચાળો ન ફેલાય તે માટે ‘'વન- ડે - વન - વોર્ડ'' મુજબ તમામ વોર્ડમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં વેહિકલ માઉન્‍ટેડ ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ ઝુંબેશ ચાલુ કરાવતા તથા મચ્‍છરજન્‍ય રોગ અટકાયતી માટે સાથ સહકાર આ૫વા શહેરના નગરજનોને સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, આરોગ્‍ય સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલે અપીલ કરી છે.

મનપામાં ગત સપ્તાહે ચેરમેન સ્‍ટેન્‍ડિંગ કમિટીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ પ્રિ-મોન્‍સૂન એક્‍ટીવીટી તેમજ વર્ષાઋતુ દરમ્‍યાન આગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલા અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ જેમાં આરોગ્‍ય શાખા હસ્‍તકના અર્બન મેલેરિયા વિભાગને ફોગીંગ કામગીરી જુંબેશરૂપે શહેરના જુદા જુદા વોર્ડ વિસ્‍તારમાં  મહાનગરપાલિકાના જુદા જુદા વોર્ડ વિસ્‍તારમાં આરોગ્‍ય શાખા મેલેરિયા વિભાગ દ્વારા ‘‘વન ડે-વન વોર્ડ'' અંતર્ગત વ્‍હીકલ માઉન્‍ટેડ ફોગીંગ મશીનથી આગામી તા.૦૧થી તા.૨૫ જુલાઇ સુધી શહેરના જુદા જુદા વોર્ડ વિસ્‍તારમાં ફોગીંગની કામગીરી કરવામાં આવશે.

મનપા ૧ થી ૧૮ વોર્ડમાં ‘‘વન - ડે - વન - વોર્ડ''માં ફોગીંગ ઝુંબેશ હાથ ઘરવામાં આવશે, જે અંતર્ગત વોર્ડ નં.૦૧માં તા.૦૧જુલાઇ, વોર્ડ નં.૦૨માં તા.૦૨જુલાઇ, વોર્ડ નં.૦૩માં તા.૦૩ જુલાઇ , વોર્ડ નં.૦૪માં તા.૦૪જુલાઇ , વોર્ડ નં.૦૫માં તા.૦૫જુલાઇ, વોર્ડ નં.૦૬માં તા.૦૮, વોર્ડ નં.૦૭માં તા.૦૯, વોર્ડ નં.૦૮માં તા.૧૦, વોર્ડ નં.૦૯માં તા.૧૧, વોર્ડ નં.૧૦માં તા.૧૨ વોર્ડ નં.૧૧માં તા.૧૫, વોર્ડ નં.૧૨માં તા.૧૬, વોર્ડ નં.૧૩માં તા.૧૮, વોર્ડ નં.૧૪માં તા.૧૯, વોર્ડ નં.૧૫માં તા.૨૨, વોર્ડ નં.૧૬માં તા.૨૩, વોર્ડ નં.૧૭માં તા.૨૪ તથા વોર્ડ નં.૧૮માં તા.૨૫ના શેડ્‍યુઅલ મુજબ આ પ્રવ્રુતિ હાથ ધરવામાં આવશે.

વાહકજન્‍ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્‍વનું ૫રિબળ છે. મચ્‍છરથી થતા રોગો અને મચ્‍છર ઉત્‍પતિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્‍ય રીતે સાફ કરી સુકવ્‍યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. અગાસી/ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી, ફ્રિજની ટ્રે તથા કુલર નિયમીત સાફ કરીએ. મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાયત માટે સાથ સહકાર આ૫વા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર તથા આરોગ્‍ય સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

(3:50 PM IST)