<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

રાજકોટને ૪ ફલાય ઓવર બ્રીજ ફાળવાતા લોકોની સુવિધા વધશે : ભાનુબેન બાબરીયા

રાજકોટ તા. ૨૯ : મુખ્‍યમંત્રીશ્રીએ રાજકોટને ૧૮૫ કરોડના ખર્ચે નવા ૪ ફલાય ઓવર બ્રીજ માટે સૈધ્‍ધાંતિક મંજુરી આપતા નગરજનોની સુવિધામાં વધારો થશે. તેમ ખુશી વ્‍યકત કરતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્‍યુ છે.

તેઓએ જણાવ્‍યુ છે કે રાજકોટ હવે સ્‍માર્ટ સીટી બની ગયુ છે. ટ્રાફીકનું ભારણ વધ્‍યુ છે. આવા સંજોગોમાં નવા ફલાય ઓવર બનવાથી સમસ્‍યા હળવી થશે. ખાસ કરીને કટારીયા ચોકડી પર અંડરબ્રીજ અને ફલાય ઓવરના ફેઝ-ર નું કામ, રૈયા ગામથી સ્‍માર્ટ સીટીના ડી.પી. રોડ પર વોકળા બ્રીજનું કામ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર ત્રણ બ્રીજના વાઇનડીંગનું કામ હાથ ધરાશે. ખોખળદળ નદી ઉપર કોઠારીયા અને લાપાસરીને જોડતા માર્ગ પર હાઇલેવલ બ્રીજના કામનો પણ સમાવેશ કરાયો છે. જેથી હવે રાજકોટના વિકાસના નવા માર્ગો ખુલશે. તેમ ભાનુબેન બાબરીયાએ જણાવ્‍યુ છે.

(3:49 PM IST)