તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના જન આંદોલનની અદભુત સફળતાઃ કાનગડ
વિધાનસભા-૬૮ની વિવિધ શાળામાં ભૂલકાઓને હુંફથી વધાવી શિક્ષણના ભગીરથ કાર્યમાં જોડતા ધારાસભ્ય

રાજકોટ,તા. ૨૯: વિધાનસભા-૬૮,રાજકોટ(પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડ જણાવાયું હતું કે ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે, વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ શિક્ષણની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સફળતાપૂર્વક આગળ ધપાવી રહયા છે તે અંતગર્ત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયભરમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન હાથ ધરાઈ રહયું છે.
તે અંતર્ગત વિધાનસભા-૬૮માં ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની ઉકિતને સાકાર કરતાં વિધાનસભા-૬૮માં માંડા ડુંગર વિસ્તારમાં શ્રી પ્રિયદર્શીની શાળા નં.૯૬ ખાતે, વોર્ડ-પ માં શાળા નં.૧પ અને શાળા નં.૭ર ખાતે તેમજ પેડક રોડ પર મઝહર કન્યા વિદ્યાલય ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના માઘ્યમથી વિધાનસભા-૬૮ના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય ધારાસભ્ય ઉદય કાનગડએ નાના ભૂલકાઓને મોં મીઠા કરાવી, હૂંફથી વધાવી શિક્ષણના ભગીરથ કાર્યમાં જોડયા હતા. આ તકે શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટરો દિલીપ લુણાગરીયા, હાર્દિક ગોહેલ, મંજુબેન કુંગશીયા, શિક્ષણ સમિતિ સદસ્ય વિરમભાઈ સાંબડ, વોર્ડના પ્રભારી રસિકભાઈ પટેલ, વોર્ડ પ્રમુખ પરેશ લીબાંશીયા, અંકિત દુધાત્રા, વોર્ડ મહામંત્રી મુકેશ ધનસોતા, અનિલ ચૌહાણ, હરેશ ધંધુકીયા, શહેર ભાજપ મહિલા મોરચાના કીન્નરીબેન ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
(3:21 PM IST)










