<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

સ્‍કૂટર ધીમુ ચલાવવાનું કહેતા ઇબ્રાહીમભાઇ આમરોણીયા પર ધોકા-પાઇપથી હુમલો

ગાંધીગ્રામ પરમેશ્વર સોસાયટીમાં બનાવઃ સાહિલ બાબવાણી, અકબર, રોનક અને રસીદા સામે ફરિયાદ

રાજકોટ,તા. ૨૯: ગાંધીગ્રામ પરમેશ્વર સોસાયટીમાં સ્‍કૂટર ધીમુ ચલાવવાનું કહેતા જતા યુવાન પર ચાર શખ્‍સોએ ધોકા-પાઇપથી હુમલો કરતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટી શેરી નં. ૧માં રહેતા ઇબ્રાહીમભાઇ ઇદરીશભાઇ આમરોણીયા (ઉ.વ.૩૮) એ યુનિવર્સિટી પોલીસમાં ઘર પાસે હતા. સાહિલ અકબર બાબવાણી ઘર પાસેથી એકટીવા લઇને સ્‍પીડમાં નીકળતા પોતે તેને કહેલ કે ‘તું શેરીમાં વાહન ધીમે ચલાવ અમારે નાના બાળકો છે તેને લાગી જશે' તેમ કેહતા સાહિલ પોતાની સાથે બોલચાલી કરવા લાવ્‍યો હતો. ત્‍યાં તેના પિતા અકબર લોખંડનો પાઇપ લઇને આવી પોતાને ગાળો આપી ‘તુ શું મારા દીકરાને દબાવે છે' તેમ કહી પાઇપથી મારમારતા પોતાને માથાના ભાગે ઇજા કરી હતી. ત્‍યારે અકબરનો ભાઇ રોનક લાકડાનો ધોકો લઇને આવી પોતાને મારમારતા માથાના ભાગે ઇજા કરી હતી. અને સાહિલની માતા રસીદાએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. દેકારો બોલતા પોતાની પત્‍ની સહિતના પરિવારજનોએ એકઠા થઇ પોતાને છોડાવ્‍યા હતા. બાદ આસપાસના લોકોઅ એકઠા થતા ચારેય ભાગી ગયા હતા.બાદ પોતાને સારવાર માટે ૧૦૮ મારફતે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પોતે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે સાહિલ, અકબર, રોનક અને રસીદા સામે ગુનો દાખલ કરી પીએસઆઇ ડી.આર.રત્‍નુએ તપાસ હાથ ધરી છે.

(2:39 PM IST)