તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
ભાનુબેન બાબરીયાના હસ્તે અકતેશ્વર આંગણવાડી કેન્દ્રનું ભૂમિપૂજન

રાજકોટઃ નર્મદા જિલ્લાની ૪૩ આંગણવાડી કેન્દ્રના પ્રતિક રૂપે અકતેશ્વર આંગણવાડી કેન્દ્રનું ભૂમિપૂજન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવેલ. તેઓએ જણાવેલ કે બાળકમાં નવું શીખવાની જિજ્ઞાસા વૃતિ કેળવવાની જવાબદારી આંગણવાડી બહેનોની સાથે વાલીઓની પણ છે.કાર્યક્રમમાં આઇસીડીએસના મદદનીશ નિયામક શ્રી અલ્પાબેન સોલંકી, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, ગામના સરપંચશ્રી સ્થાનિક પદાધિકારીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(4:44 PM IST)










