<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

માધાપર સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટની પંડિત દીનદયાલ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ કરી મુલાકાત

રાજકોટ  :  વોટર ઓપરેશન ્રૂમેનેજમેન્‍ટ સેલ (ડ્રેનેજ) શાખા, બેડીનાકા હસ્‍તકનાં ૮૦એમએલડી  માધાપર સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ ખાતે પંડિત દીનદયાલ મેડીકલ કોલેજ રાજકોટના M.B.B.S અભ્‍યાસક્રમના કુલ ૧૫ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વિઝીટમાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓને સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટની કામગીરી સમજી તથા  મહાનગરપાલિકા ડ્રેનેજ શાખા દ્વારા સુએજ કલેક્‍શનથી ડિસ્‍પોઝલ સુધીની કામગીરી સમજી તથા સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ અને વોટર ટ્રીટમેન્‍ટ દ્વારા સામાન્‍ય નાગરિકનાં જીવન તથા આરોગ્‍ય પર પડતી અસરો અંગેની માહિતી મેળવી હતી. આ વિઝીટ ડ્રેનેજ પ્રોજેક્‍ટ શાખાના સિટી એન્‍જીનીયર  એ. એમ. મીત્રા તથા ના.કા.ઈ  પી.એમ કાસુન્‍દ્રાનાં સીધા માર્ગદર્શન હેઠળ થયેલ તથા આ વિઝીટ વખતે ડ્રેનેજ શાખાનાં મ.ઈ.  રાજેશ રાઠોડ, વર્ક આસીસટન્‍ટશ્રી નવઘણભાઈ પ્રજાપતિ હાજર રહેલ. વિદ્યાર્થીઓની અંદર પ્રદુષિત પાણીથી સુએજનાં પાણીની સામાન્‍ય નાગરિકનાં આરોગ્‍ય તથા જીવન પર પડતી અસરો તથા સુએજનાં ટ્રીટ થયેલ પાણીનાં પુનઃ વપરાશ અંગેની જાગળતિ અને સમજણ કેળવવા માટે આ શૈક્ષણિક વિઝીટનું આયોજન કરવામાં આવેલ

(4:05 PM IST)