તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
પાણીપુરીનું પાણી, બટર, બટેટાવડા, આઇસ્ક્રીમ સહિત ૮ નમુના લેવાયા
રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. મિલ્ક પ્રોડયુસર યુનિયન લી.ને જીલ્લામાંથી દુધ પુરૂ પાડતા ટેન્કરોના ૧પ નમુનાની ચકાસણી કાલાવડ રોડના દિલખુશ પાણીપુરી, શ્રીનાથજી ભેળ પાણીપુરી, શુભમ સેન્ડવીચ, જિલ્લાની વડાપાઉં, જયશ્રી રામ ચાઇનીઝ પંજાબી, પટેલ ચાઇનીઝ પંજાબી તથા ભેરૂનાથ કસાટા આઇસ્ક્રીમમાંથી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયાઃ ૧ર ખાણીપીણીના વેપારીઓને લાઇસન્સ અંગે સુચના

રાજકોટ, તા. ર૮ : મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના દૂધ સાગર રોડ પર આવેલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડમાં જિલ્લામાંથી આવતા દૂધ સપ્લાયરોના ટેંકરોની ચકાસણી કરી અલગ -અલગ ટેંકારોમાંથી દૂધ (લુઝ) ના કુલ- ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. તેમજ પાણીપુરીનું પાણી સહિત ૮ નમૂના લેવાયા છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના રૈયા ચોકડી થી રૈયા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
રવિ પાર્સલ પોઈન્ટ, ગંગોત્રી ડેરી ર્ફા, બાલાજી ફાસ્ટફૂડ, બંસી પૂરીશાક, સાંઇ ચાઇનીઝ પંજાબી, જય ગોપાલ ઘૂઘરા, શિવમ મદ્રાસ કાફે, રવિરાંદલ દાળપકવાન, રેવડી મદ્રાસ કાફે, આત્મીય તેલ, ખોડિયાર રેસ્ટોરેન્ટ, બાલાજી નાસ્તાગળહ સહિત કુલ ૧ર ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
૮ નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ પાણીપુરીનું પાણી (-લુઝ): દિલખુશ પાણીપુરી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ, પાણીપુરીનું પાણી (લુઝ): શ્રીનાથજી ભેળ પાણીપૂરી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ. બટર (લુઝ): શુભમ સેન્ડવીચ, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ. બટર (લુઝ): જિલ્લાની વડાપાઉં, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ. બટેટાના વડા (લુઝ): જિલ્લાની વડાપાઉં, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ. પનીર (લુઝ): જયશ્રી રામ ચાઇનીઝ પંજાબી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ. લાલ મરચું (લુઝ): પટેલ ચાઇનીઝ પંજાબી, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ. આઇસ્ક્રીમ (લુઝ): ભેરુનાથ કસાટા આઇસ્ક્રીમ, એ.જી. ચોક હોકર્સ ઝોન, કાલાવડ રોડ સહિત ૮ નમૂના લેવામાં આવ્?યા છે.
(3:36 PM IST)










