<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

જૂલાઇમાં પણ લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરો તુવેરદાળ તથા ચણા વગર રહેશેઃ પરમીટ જ મૂકાઇ નથી

રાજકોટ સહિત રાજયભરના સસ્‍તા અનાજના દુકાનદારોમાં ભારે દેકારો... : ગયા મહિને તુવેરદાળ-મીઠૂ અપાયા ન હતાઃ આ વખતે મીઠૂ અને ખાંડમાં હજુ પ૦% પરમીટ મૂકાઇઃ ૧લી તારીખે બધુ ફાઇનલ થશે... : પુરવઠા સર્વરમાંથી સતત ૧પમા દિવસે ધાંધીયાઃ માંડ ૧પ મીનીટે એક કાર્ડ કલીયર

રાજકોટ તા. ર૮: રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રના ટોચના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જૂલાઇ મહિનામાં પણ રાજકોટ સહિત રાજયભરના બીપીએલ-અંત્‍યોદય NFSA ના લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરો તુવેરદાળ તથા ચણા વગરના રહેશે, આ કાર્ડ હોલ્‍ડરોને પ૦ રૂપિયે કીલો તુવેરદાળ તો ૩૦ રૂપિયે કીલો ચણા અપાય છે, આ વખતે જૂલાઇળ માસ માટે આ બંને જણસીની પરમીટ જ મૂકાઇ નહીં હોવાનું પુરવઠાના સુત્રોએ ઉમેર્યું હતું, ગયા વખતે પણ તુવેરદાળ અને મીઠૂ અપાયા ન હતા. આ વખતે તુવેરદાળ-ચણાની પરમીટ નથી આવી.

તુવેરદાળ-ચણાની પરમીટ નહીં આવતા રાજકોટના ૬પ૦ સહિત રાજયભરના ૧પ થી ૧૭ સસ્‍તા અનાજના દુકાનદારોમાં દેકારો મચી ગયો છે, અને કહી રહ્યા છે કે તુવેરદાળ-ચણા બાબતે અમારે કયાં સુધી કાર્ડ હોલ્‍ડરો સાથે ઘર્ષણ કરવું, કંટાળી ગયા છીએ, અને પુરવઠાની આ નીતિથી!!

પુરવઠાના સાધનોએ જણાવેલ કે આજની તારીખ બપોરે ર સુધી તુવેરદાળ-ચણાની પરમીટ આવી નથી, જૂલાઇ મહિના માટે ઘઉં-ચોખાની ૧૦૦ ટકા તો ખાંડ અને મીઠાની પ૦ ટકા પરમીટ આવી છે, ફાઇનલ બાબતો તા. ૧લી જૂલાઇ આસપાસ ખબર પડશે, હાલ તો તુવેરદાળ-ચણા અંગે ભારે દેકારો છે, ખાંડ અને મીઠાની પરમીટ વધશે કે કેમ તે પણ ૧લી જુલાઇ આસપાસ જાણ થશે.દરમિયાન સતત ૧પ દિવસથી પુરવઠાનું સર્વર ધાંધીયા કરી રહ્યું છે, આજે પણ સર્વર સાવ ધીમુ હોય માંડ ૧પ મીનીટે એક કાર્ડ હોલ્‍ડરનો વારો આવતો હોય દુકાનદારોમાં ભારે રોષની લાગણી જન્‍મી છે, ગ્રાહકોને પણ ૧ થી ૧ાા કલાક લાઇનોમાં ઉભું રહેવું પડે છે.

(3:02 PM IST)