<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

કાર અથડાવવા પ્રશ્‍ને માતા-પુત્રને કારચાલકે મારમારી જાનથીમારી નાખવાની ધમકી દીધી

યાજ્ઞીકરોડ પરબનાવઃ કાર લઇને ભાગવા જતા પાંચ વર્ષની દીકરીને પણ પછાડી દેતા તેને રોકવા પ્રયાસ કરતા ધમકી દીધીઃ કાર્તિક રાઠોડની ફરિયાદઃકારચાલક અભીષેક ઠુમ્‍મર સંકજામાં

રાજકોટઃ તા. ૨૮: શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી કોલ્‍ડ્રીંકસની દુકાન પાસે કાર અથડાવી નુકશાન કરવા પ્રશ્‍ને યુવાનને કારના ચાલકે ઝધડો કરી પાંચ વર્ષની બાળકીને પછાડી દઇ યુવાન તથા તેની માતાને ઢીકાપાટુનો માર મારી જાનથી મારીનાખવાની ધમકી આપનાર કાર ચાલક સામે ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા કોલોની કવાર્ટરનં. ૨૯૫ માં રહેતા કાર્તિક ભુપતભાઇ રાઠોડ (ઉ.વ. ૨૮) એ એ- ડીવીઝન પોલીસ મથકમાં કીયા કારનો ચાલન અભિષેક ચંદુભાઇ ઠુમ્‍મર (ઉ.વ. ૩૨) રહે રાજનગર શેર નં. ૨, નાનામવા રોડ  સામે ફરીયાદ નોંધાવી છે. કાર્તીક ફરિયદામાં જણાવ્‍યું છે કે પોતે કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે પોતે પરિવાર સાથે પોતાની જીજે. ૩ એલએમ-૨૩૦ નંબરની કાર લઇને રેસકોર્ષથી યાજ્ઞીક રોડ પર આવેલી રાજમંદિર કોલ્‍ડ્રીંકસ નામની દુકાને ગયા હતા. અને પોતે દુકાન પાસે કાર પાર્ક કરી પરિવાર સાથે દુકાન પાસે ઉભો હતો. ત્‍યારે એક કીયા કાર નં. જીજે. ૩,એમઆર-૯૨૮૦ના ચાલકે તેની કાર રીવર્સમાં લેતા પોતાની કાર સાથે અથડાવતા કારના આગળના ભાગે બમ્‍પરમાં નુકશાન થયુ હોઇ તેથી પોતે તેને કહેલ કે તમે જોઇને તો કાર ચલાવતા જાવ મારી ગાડીમાં નુકશાન થયુ છે તેમ કહેતા કીયા કારનો ચાલક નીચે ઉતરી પોતાની પાસે આવીને કહેલકે તુ કોને કહે છે તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો મારમારવા લાગતા પોતાના માતા ઉષાબેન અને પિતા ભુપતભાઇ છોડાવવા માટે વચ્‍ચે પડતા કારના ચાલકે પોતાની માતાને ઢીકાપાટુનો મારમારવા લાગતા પોતે ૧૦૦ નંબરમાં ફોન કરતા આ કીયા કારનો ચાલક ત્‍યાંથી ભાગવા જતા ત્‍યાં ઉભેલી પોતાની પાંચ વર્ષની પુત્રીને દીકરીને ધકકો મારી પછાડી દેતા પોતે તેને રોકવાનો પ્રયાસ કરતા તેણે પોતાને તેણે કહેલ કે બીજીવાર મને ગમે ત્‍યાં દેખાઇશ તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી ભાગવા જતા પોલીસની ગાડી આવી જતા તેને રોકી પોલીસે તેનું નામ પુછતા તેણે પોતાનું નામ અભીષેક ચંદુભાઇ ઠુમ્‍મર (ઉ.વ.૩૨) (રહે. રાજનગર શેરી નં. ૨ નાના મવા રોડા જણાવ્‍યું હતું. બાદ અભીષેકને એ.ડીવીઝન પોલીસમથકમાં લઇ આવ્‍યા બાદ એ.એસ.આઇ કે.કે.માઢક તથા રાઇટર કુલદીપસિંહ સહિતે કાર્તીક રાઠોડની ફરિયાદ દાખલ કરી કારનો ચાલક અભિષેક ચંદુભાઇ ઠુમ્‍મરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(2:54 PM IST)