તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
જયુબેલી ચોક પાસે ગોકુલભાઇના ટુ-વ્હીલરમાંથી લેપટોપ અને સ્ટેમ્પ પેપર સાથેના બેગની તફડંચી
ટુ-વ્હીલર પાર્ક કરી પ્રોૈઢ ટીવીનું રીમોટ લેવા દુકાનમાં ગયા ત્યાં ગઠીયો બેગ ઉઠાવી ગયો

રાજકોટઃ તા.૨૮: જયુબેલી ચોક પાસે પાર્ક કરેલા ટુ-વ્હીલરની આગળ ટીંગાડેલુ રૂાઉ ૫૦ હજારનું લેપટોપ અને સ્ટેમ્પ પેપર સાથેનું બેગ કોઇ અજાણ્યો શખ્સ ઉઠાવી જતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ જંકશન પ્લોટ લાલબહાદુર શાષાીનગર સોસાયટી શેરી નં. ૪ માં રહેતા ગોકુલભાઇ ઉધવદાસભાઇ થાવરાણી (ઉ.વ. ૫૩)એ એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.જેમાં પોતે ઇન્દીરા સર્કલ પાસે બજાજ એલીયાન્સ લાઇફ ઇનસ્પોરન્સ કંપની લીમીટેડની ઓફીસમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા. ૧૧ ના રોજ રાત્રે પોતે પોતાનું જયુપીટર લઇને ટીવીનું રીમોટ લેવા માટે જયુબેલી ચોક પાસે આવેલી દુકાને ગયા હતા. અને જયુપીટર દુકાનની સામે પાર્ક કર્યુ હતું: તેમા આગળના ભાગે લેપટોપ સાથેનું બેગ ટીગાડેલું હતું. પોતે દુકાન પાસે રીમોટ લેવા માટે ઉભા હતા. થોડીવાર બાદ પોતે ટુ-વ્હીલર પાસે ગયા ત્યારે પોતે ટુ-વ્હીલરની આગળ ટીંગાડેલુ બેગ જોવા ન મળતા પોતે આજુબાજુ તપાસ કરતા બેગ કયાંય જોવા ન મળતા કોઇ અજાણ્યો શખ્સ રૂા. ૫૦૭૪૦ ની કિંમતનું લેપટોપ કસ્ટમરના ડીટેઇલ ફોર્મ પોતાના નામનો રૂા. ૩૦૦ નો સ્ટેમ્પ પેપર આઇ.સી.આઇ.સી.આઇ બેંકના બે ક્રેડીટ કાર્ડ એ.ટી.એમ કાર્ડ અને ત્રણ ચેક બુક સાથેનું બેગ ચોરી ગયો હોવાની ખબર પડી હતી. આ બનાવની એ.ડીવીઝન પોલીસમાં જાણ કરતા હેડ કોન્સ એલ. એજતાપરાએ ગોકુલભાઇની ફરિયાદ દાખલ કરી એ.એસ.આઇ મનહરસિંહ જાડેજાએ તપાસ હાથધરી છે.
(2:49 PM IST)










