<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

સોમવારે ‘ડોકટરર્સ ડે' : ભગવાનનું બીજુ સ્‍વરૂપ ગણાતા ડોકટર પ્રત્‍યે લાગણી વરસાવવાનો અવસર

રાજકોટ તા. ૨૮ : ભારતમાં ડો. બિધાનચંદ્ર રોયના માનમાં આરોગ્‍ય ક્ષેત્રે તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જુલાઈ ૧લી ૧૯૯૧ ના રોજ ડોક્‍ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  બાદમાં આ દિવસ વિશ્વમાં ડોકટર ડે તરીકે ઓળખાયો અને દર વર્ષે ભગવાન સ્‍વરૂપ ડોકટર પ્રત્‍યે લાગણી વરસાવવા વિશ્વભરમાં દર વર્ષે ૧ જુલાઇના ડોકટર ડે ની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાનનું બીજું સ્‍વરૂપ ડોકટર હોય છે, રાત દિવસ જોયા વગર દર્દીની સારવાર કરતા હોય છે. ડોક્‍ટર્સ પણ દર્દી સાથે પોતાના પરિવારના સભ્‍ય હોય તેવું વર્તન લાગણી કેળવી તેમની સ્‍વાસ્‍થ્‍ય અંગેની સારવાર કાળજી લેતા હોય છે. ત્‍યારે આવા ફેમીલી ડોકટરને શુભેચ્‍છા આપવા શુભેચ્‍છકોમાં અદમ્‍ય ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસવાળા યુસુફભાઈ તથા હસનેનભાઈ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદીર લાઈનમાં ગાર્ડન સામે આવેલ જોહર ગેલરીવાળા જોહરભાઈએ ડોકટર્સ- ડેની ગીફટ અને કાર્ડસ અંગે જણાવ્‍યું કે ડોકટરને ગીફટ આપવા માટે અલગ અલગ લખાણવાળા સિરામિક ડોક્‍ટરના કોટેશનવાળા મગ, પેન સ્‍ટેન્‍ડ વિથ વોચ, ડોક્‍ટર કોટ પેન સ્‍ટેન્‍ડ, કાચબા ટ્રે, વોલેટ, કોટેશનવાળી ફ્રેમ, ડોક્‍ટર સ્‍પેશિયલ કિચેઈન જેવા ગીફટ આર્ટીકલો બજારમાં આવી ગયા છે.  મેજીક ફોટો ફ્રેમ, બામ્‍બુ પ્‍લાન્‍ટ, રીસ્‍ટ વોચ, ફ્રેમ, પોકેટ ધડીયાલ, પોકેટ વોચ, ડોકટર્સ ને આપી શકાઈ તેવા સીંગાપુર કંપનીની ઝેડ.એમ કંપનીના ડીઓ, પરફયુમ તથા દુબઈના ઘણા પ્રકાર પરફયુમ, પર્સનલાઈઝ વોલેટસ, કીચેન, પેન, બોટલ આ ઉપરાંત ડોક્‍ટર્સ-ડેના સ્‍પેશ્‍યલ લખાણવાળા કાર્ડસ પણ આવેલ છે. લોકો પુર્વ તૈયારી રૂપે હોંશે હોંશે ખરીદીમાં લાગી ચુકયા હોય તેમ ગીફટ આર્ટીકલની બજારમાં રોનક આવી છે. તસ્‍વીરમાં ડોકટર ડે નિમિતે બજારોમાં ગોઠવાઇ ગયેલ ગીફટ આર્ટીકલોનો ખજાનો નિહાળી શકાય છે.

(2:41 PM IST)