<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

સોની બજારમાં જ્‍વેલર્સની દુકાનમાં લુંટની કોશિષના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૨૮ : રાજકોટના સોની બજાર વિસ્‍તારમાં આવેલ જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્‍વાંગમાં પ્રવેશ કરી સોની વેપારી ઉપર સ્‍પ્રે છાંટી લુંટનો પ્રયાસ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટે શરતી જામીન ઉપર મુક્‍ત કરવા હુકમ કર્યો છે.

આ કેસની હકિકત મુજબ રાજકોટના સોની બજારમાં આવેલી મોનીશ જવેલર્સ નામની દુકાનમાં ફરીયાદી આકાશભાઈ અનીલભાઈ લાઠીગ્રા  હાજર હતા ત્‍યારે આરોપી સોનાના ચેન લેવાના બહાને ફરીયાદીની દુકાને આવી અને સોનાના દસેક જેટલા ચેનો વેપારી બતાવતા હતા તે સમયે આરોપી એકદમ ઉશ્‍કેરાઈ જઈઆ સીવાય તારી પાસે જેટલા સોનાના દાગીનાઓ હોય તે બધા મને આપી દે નહીતર હું તને જાનથી મારી નાખીશ તેમ  ધમકી આપી આરોપીએ તેના ખીસ્‍સામાંથી એક સ્‍પ્રેની બોટલ કાઢી ફરીયાદીના મોઢા ઉપર સ્‍પ્રે છાંટી સોનાના દાગીનાની લુંટની કોશીષ કરી નાશી છૂટ્‍યો હતો. આ અંગે સોની વેપારીએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપી દેવમ ધર્મેશભાઈ નકુમની ધરપકડ કરી હતી. જેલ હવાલે રહેલા આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓ ધ્‍યાને લઇ એડી. ચીફ જયુડી. મેજી. એ.પી. ઠાકરે આરોપીને રૂા.૧૦ હજારના શરતી જામીન પર મુકત કરવા  હુકમ ફરમાવ્‍યો છે.

આ કેસમાં આરોપી દેવમ ધર્મેશભાઈ નકુમ વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથિરીયા, જીતેન્‍દ્રભાઈ ધુળકોટીયા, વીજયભાઈ પટગીર, હર્ષીલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, પરાગભાઈ લોલારીયા અને  આસીસ્‍ટન્‍ટ રવિરાજભાઈ વાળા રોકાયા હતા.

(4:40 PM IST)