<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

વોર્ડ નં. ૭ની સરકારી શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવઃ મહાનુભાવોની હાજરી

રાજકોટઃ કન્‍યા કેળવણી મહોત્‍સવ તથા શાળા પ્રવેશોત્‍સવ ૨૦૨૪ અંતર્ગત શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર ૮, શ્રી મહાત્‍મા ગાંધી પ્રાથમિક શાળા નંબર ૧૧, શ્રી રમેશભાઈ છાયા બોયઝ સ્‍કૂલ અને શ્રી રમેશભાઇ છાયા કન્‍યા વિદ્યાલય આ કુલ ચાર  શાળાઓમાં શાળા પ્રવેશોત્‍સવનો કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગભાઈ દેસાઈએ હાજરી આપેલ. મુખ્‍ય મહેમાન પૂર્વ ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ કોષાધ્‍યક્ષ શ્રી મયુરભાઈ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર, સદસ્‍ય શ્રી અજયભાઈ પરમાર, વોર્ડ નંબર ૭ના કોર્પોરેટર શ્રી દેવાંગભાઈ માકડ અને જયશ્રીબેન ચાવડા, વોર્ડ નંબર ૭ ના પ્રભારી શ્રી શૈલેષભાઈ હાપલિયા, પ્રમુખશ્રી કૌશિકભાઈ ચાવડા, મહામંત્રી શ્રી વિશાલભાઈ માંડલિયા અને શ્રી દીપકભાઈ પારેખ, ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી પીનાકીભાઈ મેઘાણી, વોર્ડ નંબર ૭ ના બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી મયુરભાઈ હેરભા, નીઓ રાજકોટ ફાઉન્‍ડેશનના ડાયરેક્‍ટર શ્રી વિક્રમભાઈ સંઘાણી, શ્રી મિતેશભાઇ શાહ, સામાજિક અગ્રણી શ્રી કિરીટ ભાઈ પાંધી, પ્રવીણભાઈ ચાવડા, તથા દાતા સુરેશભાઈ રત્‍નેશ્વર સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:49 PM IST)