તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
મોરબી રોડ વેલનાથ પરા પૂલ પાસે ટ્રકે સાઇકલને ઉલાળતાં વૃધ્ધનું મોત

રાજકોટઃ શહેરના મોરબી રોડ બેડી ચોકડી નજીક વેલનાથપરાના પૂલ પાસે બપોરે ટ્રક નં. જીજે૦૩ડબલ્યુ-૮૪૨૨ની ઠોકરે એક સાઇકલ ચડી જતાં સાઇકલસ્વાર વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ તસ્વીર મોકલી જણાવ્યું હતું કે મૃતકની ઓળખ થઇ નથી. પોલીસને જાણ કરવામાં આવી છે.
(3:57 PM IST)










